રાજકોટ (Rajkot)માં રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજિત લોકમેળાના સ્થળ નજીક રોડ પર કાર લઈ જવા મામલે સેન્ટ્રલ GST અધિકારી અને સ્થાનિક પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ટ્રાફિક પોલીસ GST અધિકારી (GST Officer)ની ખાનગી કાર અટકાવતા બંને વચ્ચે બબાલ થઈ હતી, જેમાં GST અધિકારીના સમન્સને લઈને આવ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીએ સમન લીધુ ન હતુ. અંતે GST અધિકાર કાર સ્થળ પર જ મુકીને જતા રહ્યા હતા. ત્યારબાદ પોલીસ GST અધિકારીની કારને ટોઈંગ કરી હતી.
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજિત લોકમેળાને લઈને કેટલાક રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, એ દરમિયાન જ સેન્ટ્રલ GSTના અધિકારી પોતાની ખાનગી કાર લઈને નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમને અટકાવતા સેન્ટ્રલ GSTના અધિકારી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એ એકબીજાના આઈ કાર્ડ માગ્યા હતા. જો કે આઈ કાર્ડ ન આપવાને કારણે બંને વચ્ચે બબાલ થઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓએ સેન્ટ્રલ GSTના અધિકારીની કાર અટકાવી હતી.
જેને લઈને GSTના અધિકારી પોતાની કાર સ્થળ પર જ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસે GSTના અધિકારીની કારને ટોઈંગ કરી હતી. આ સમગ્ર ઘટના મામલે GST અધિકારીએ ટ્રાફિક પોલીસ (Traffice Police) સામે સરકારી કામમાં અડચણરૂપ થવા બદલ સમન આપ્યુ હતુ જો કે પોલીસે આ સમન લીધુ ન હતુ. હાલ પોલીસે આ રસ્તો ખોલી નાખ્યો છે. જોકે GST અધિકારીની કારને ટો કરીને લઈ જવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે ગઈકાલે બુધવારે પણ રાજકોટના વેપારીઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે રેસકોર્સના રસ્તાઓ પર બેરિકેડ લગાવવાને લઈને બબાલ થઈ હતી. બે દિવસમાં ટ્રાફિક પોલીસનો આ બીજો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારીઓ બાદ ટ્રાફિક પોલીસની GSTના અધિકારી સાથે બબાલ થઈ છે. આ સમગ્ર ઘટનાને પગલે GST અધિકારીએ પોલીસ વિભાગના જવાબદાર અધિકારીને સરકારી કામમાં બાધારૂપ બની તેમની ઓફિસે જતા તેમને અટકાવવામાં આવતા હોવાનું સમન આપવામાં આવ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ