Rajkot: સીટી બસ સર્વિસ ખાડે ગઇ, બેફામ પ્રદૂષણ ફેલાવતા હોવાનું સામે આવ્યું, જુઓ Video

|

May 04, 2023 | 8:03 PM

રાજકોટની સિટી બસો ખાડે ગઈ છે, મોટાભાગની બસોમાં અનેક વાંધા છે. ડીઝલથી ચાલતી સિટી બસોના આ હાલ છે, એક તો પેસેન્જરો હેરાન, બીજા રાહદારીઓ, ત્રીજા વાહનચાલકો, ચોથા બસ ડ્રાઈવર-કંડક્ટરો અને પાંચમાં શહેરના નાગરિકો..કેમ કે આ બસો બેફામ પ્રદૂષણ પણ ફેલાવે છે.

રાજકોટ સિટી બસનું ટીવી9એ રિયાલિટી ચેક કર્યું હતું. તો તેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં રાજકોટની સિટી બસો ગઈ ખાડે ગઈ છે અને મોટાભાગની બસોમાં અનેક વાંધા જોવા મળ્યા છે. તેમજ ડીઝલથી ચાલતી સિટી બસો બેફામ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નહિ અનેક બસો બેફામ ધુમાડા છોડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બંધ પડેલી સિટી બસને પેસેન્જર ધક્કા મારતાં પણ જોવા મળ્યા હતા. એક તરફ સરકાર અને RMC પ્રદૂષણ ફેલાવતા વાહનો બંધ કરી ઈલેક્ટ્રોનિક અને CNG વાહનો તરફ જવાની વાત કરી રહ્યા છે ત્યારે તંત્રની સિટી બસ જ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યું છે.

મોટાભાગની બસોમાં અનેક વાંધા છે

રાજકોટની સિટી બસો ખાડે ગઈ છે, મોટાભાગની બસોમાં અનેક વાંધા છે. ડીઝલથી ચાલતી સિટી બસોના આ હાલ છે, એક તો પેસેન્જરો હેરાન, બીજા રાહદારીઓ, ત્રીજા વાહનચાલકો, ચોથા બસ ડ્રાઈવર-કંડક્ટરો અને પાંચમાં શહેરના નાગરિકો..કેમ કે આ બસો બેફામ પ્રદૂષણ પણ ફેલાવે છે..આવી એકાદ બે બસો હોય તો ય સમજ્યા આ તો મોટાભાગની બસોની આ હાલત છે..આવું ખુદ ડ્રાયવરો પણ કબૂલે છે.

પર્યાવરણને ધ્યાનમાં લઈને ડીઝલ બસોની જગ્યાએ ઈલેક્ટ્રીક બસો રિપ્લેસ કરવાની પ્રોસેસ ચાલી રહી છે.

એક તરફ સરકાર અને RM પ્રદૂષણ ફેલાવતા વાહનો બંધ કરી ઈલેક્ટ્રોનિક અને CNG વાહનો તરફ જવાની વાત કરે છે બીજી તરફ સિટી બસ જ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવી રહી છે.જો કે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તો કહે છે કે પર્યાવરણને ધ્યાનમાં લઈને ડીઝલ બસોની જગ્યાએ ઈલેક્ટ્રીક બસો રિપ્લેસ કરવાની પ્રોસેસ ચાલી રહી છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

આ દરમ્યાન, રાજકોટમાં સીટી બસ સંચાલન કરતી એજન્સીએ 01 મેથી 70 બસના પૈડા થંભી દેવા ચીમકી આપી છે. જેમાં બસનો કોન્ટ્રાક્ટ બાદ RMC દ્રારા આપવામાં આવતી પેનલ્ટીનો એજન્સીએ વિરોધ કર્યો છે. સીટી બસના સંચાલકે RMCને પત્ર લખીને કહ્યું,બસો બિસ્માર અને જૂની થઇ છે જેથી કોન્ટ્રાક્ટ લાંબા સમય માટે રિન્યૂ કરવાની માંગ કરી છે. છેલ્લા 10 વર્ષથી આ એજન્સીને સીટી બસનો કોન્ટ્રાકટ અપાયા બાદ છેલ્લા સમયમાં ઉભા થયેલા ઘણા પ્રશ્નો, વહીવટી પ્રક્રિયા, મુદ્દતમાં વધારા, આડેધડ કરાતી પેનલ્ટીના કારણો ઓપરેટરે આપ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:55 pm, Fri, 28 April 23

Next Article