RAJKOT :ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 ઓગસ્ટ સુધી વધારવા માગ કરી

|

Jul 28, 2021 | 8:53 AM

Corona vaccination in Gujarat : રસીકરણ કેન્દ્રો પર હવે સામાન્ય લોકોની સાથે વેપારીઓ પણ લાઈનમાં જોડાય છે. વેપારીઓના રસીકરણની મુદ્ત 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. હજી પણ ઘણા વેપારીઓનું રસીકરણ થવાનું બાકી છે.

સમાચાર સાંભળો

RAJKOT : ગુજરાત સરકારે રાજ્યના વેપારીઓને 31 જુલાઈ સુધી રસીકરણ કરાવી લેવાની સૂચના આપી છે. રસીકરણ કેન્દ્રો પર હવે સામાન્ય લોકોની સાથે વેપારીઓ પણ લાઈનમાં જોડાય છે. વેપારીઓના રસીકરણની મુદ્ત 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. હજી પણ ઘણા વેપારીઓનું રસીકરણ થવાનું બાકી છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 ઓગસ્ટ સુધી વધારવા માગ કરી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખવામાં આવ્યો છે.જો રસીકરણની મુદ્દત વધારવામાં આવેતો મોટાભાગના વેપારીઓનું રસીકરણ થઇ શકે તેમ છે.

આ પણ વાંચો : GUJARAT : કોરોના રસીકરણમાં ફરી આવ્યો વેગ, 27 જુલાઈએ 3.69 લાખ લોકોનું રસીકરણ થયું

Next Video