RAJKOT : CCC સર્ટિફિકેટનું કૌભાંડ, પરીક્ષા કે કોર્ષ વગર રૂપિયા લઈને અપાતા સર્ટિફિકેટ

|

Jun 29, 2021 | 5:39 PM

RAJKOT માં CCC સર્ટિફિકેટ પરીક્ષા આપ્યા વિના જ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે....

RAJKOT : CCC સર્ટિફિકેટનું કૌભાંડ, પરીક્ષા કે કોર્ષ વગર રૂપિયા લઈને અપાતા સર્ટિફિકેટ
સર્ટિફિકેટ કૌભાંડ

Follow us on

RAJKOT માં CCC સર્ટિફિકેટ પરીક્ષા આપ્યા વિના જ કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે ફક્ત 2300 રૂપિયામાં જ CCC સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. કોરોનાના લાંબા વિરામ બાદ હવે સરકારી ભરતી શરૂ થવાના આરે છે. ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ ઉઠાવી રોકડી કરવા મેદાને ઉતર્યા છે.

સરકારી નોકરી માટે ફરજિયાત એવું CCC સર્ટિફિકેટ પસંદગી પામેલા ઉમેદવાર પાસે ન હોય તો તેની નોકરી પણ જોખમમાં મૂકાઇ શકે ત્યારે નોકરી વાંચ્છુઓને કોઇપણ પ્રકારનો કોર્સ કર્યા વગર કે પરીક્ષા આપ્યા વગર પૈસા ચૂકવવાથી સીસીસી સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે.

શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલી સૌરાષ્ટ્રની નામાંકિત પટેલ કોમ્પ્યૂટર નામની સંસ્થાએ ઉમેદવારનો ચહેરો પણ જોયા વગર 2300 રૂપિયા વસૂલીને માત્ર 15 મિનિટમાં ટ્રીપલ સીનું સર્ટિફિકેટ આપી દીધું હતું, એટલું જ નહી ઉમેદવારને એ ગ્રેડ પણ આ સંસ્થાએ આપ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાજકોટમાં અન્ય કેટલીક સંસ્થાઓ એવી પણ છે જે આ રીતે જ સર્ટિફિકેટ કાઢી આપે છે. આવી સંસ્થાઓ પરીક્ષા આપો એટલે ત્રણ દિવસમાં જ પાસનું સર્ટિફિકેટ આપી દે છે.. અને તેના માટે 1500 રૂપિયાથી માંડીને 2500 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. પૈસા લઈને અપાતા સર્ટિફિકેટ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે.

મહત્વનું છે કે કોઇપણ સરકારી નોકરીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ તેણે સીસીસી સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત છે, જો કોઇ ઉમેદવાર પંસદગી પામ્યો હોય અને ત્યાં સુધીમાં તેણે આ પરીક્ષા પાસ કરી ન હોય તો નિયત સમયમાં તેણે આ કોર્ષ કરીને પરીક્ષા પાસ કરવાની હોય છે, અને જો નિશ્ચિત સમયમાં સર્ટિફિકેટ રજુ ન કરી શકે તો આવા કેસમાં તે ઉમેદવારની પસંદગી ગેરલાયક ઠેરવવામાં આવે છે.

 

 

આ પણ વાંચો :GUJARAT : પોષણયુકત સમાજના નિર્માણ માટે સરકાર પ્રતિબદ્ધ, કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં : CM

 

આ પણ વાંચો : સારા સમાચાર : દેશને મળી વધુ એક વેક્સિન, DCGI એ Moderna વેક્સિનને આપી મંજૂરી, Cipla આ રસીની આયાત કરશે

Published On - 5:03 pm, Tue, 29 June 21

Next Article