રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ મેયરે આપ્યા તપાસના આદેશ

|

Dec 04, 2021 | 12:27 PM

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે અધિકારીઓને દૂષિત પાણીની ફરિયાદ ઝડપથી દૂર કરવા માટે આદેશ આવ્યા છે. આ ઉપરાંત દરેક વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવા અને તેનું ટેસ્ટિંગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના(Gujarat)રાજકોટ(Rajkot)શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી( contaminated water) આવવાની ફરિયાદ સામે આવી રહી છે. જેમાં બે વોર્ડમાં દુષિત પાણીને લઇને મેયરે (Mayor)આદેશ આપ્યા છે. જેમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે અધિકારીઓને દૂષિત પાણીની ફરિયાદ ઝડપથી દૂર કરવા માટે આદેશ આવ્યા છે. આ ઉપરાંત દરેક વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવા અને તેનું ટેસ્ટિંગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાત રાજકોટના વોટર વર્ક્સ શાખા દ્વારા હેડવર્ક્સ ખાતેથી પાણીના નમૂના લઈને પુથ્થકરણ માટે મોકલવામાં આવશે. જેમાં વોર્ડ નંબર ૧૨ અને વોર્ડ નંબર ૧૭માં ભુગર્ભના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી ગયું હતું. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં ગંદાપાણીની ફરિયાદો મળતા મેયરે આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : Gram Panchayat Election : ખેડા જિલ્લાના ઢૂંડી ગામની સિદ્ધિની વિશ્વભરમાં નોંધ લેવાઇ, પરંતુ આ ગામમાં પાયાની સુવિધાનો છે અભાવ

આ પણ વાંચો:  અમદાવાદ એરપોર્ટ પર ફફડાટ, યુકેથી આવેલી એક વ્યક્તિ કોરોના સંક્રમિત

 

Next Video