Rajkot: મર્સિડીઝ કાર હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવરની ધરપકડ, એક યુવકનું થયું હતું મોત

પોલીસે કાર્તિક ઉર્ફે ભોલાને ઉઠાવી લીધો હતો. પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી છે કે પરેશ ડોડિયાના ભત્રીજા યોગી ડોડિયા અને તેના મિત્રોને લઈને લગ્નમાં જવાનું હતું.. યોગી ડોડિયાને શિવસંગમ સોસાયટીમાં ઉતાર્યા બાદ તે કાર લઈને નીકળ્યો હતો.. કારમાં તેની ગર્લફ્રેન્ડને બેસાડી બંને જામનગર રોડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા તે સમયે આ ઘટના ઘટી હતી.

Rajkot: મર્સિડીઝ કાર હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવરની ધરપકડ, એક યુવકનું થયું હતું મોત
Rajkot Hit And Run Case Drive Arrested
| Edited By: | Updated on: May 18, 2023 | 10:10 AM

રાજકોટમાં(Rajkot)  મર્સિડીઝ કાર હિટ એન્ડ રન(Hit And Run) કેસમાં પોલીસે કારના ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મર્સિડીઝ કાર માલિકના ભત્રીજાનો ડ્રાઈવર કાર ચલાવતો હોવાનું સ્પષ્ટ થતાં તેની ધરપકડ કરાઈ છે. જેમાં કારની અડફેટે એક યુવકનું મોત થયું હતું.. સમગ્ર ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં કાર મનહર પ્લોટમાં રહેતા પરેશ નાથાભાઇ ડોડિયાની માલિકીની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પરેશ ડોડિયાની પૂછપરછ કરી હતી.

જેમાં પરેશે તેની કાર શનિવારે તેનો ભત્રીજો લગ્ન પ્રસંગમાં જવા લઇ ગયાનું જણાવ્યું હતું.. પોલીસે તેની પૂછપરછ કરતાં કાર વિદ્યાનગરમાં રહેતો ડ્રાઇવર કાર્તિક ઉર્ફે ભોલો જિતેન્દ્ર બારડ ચલાવતો હોવાનું નિવેદન આપ્યું હતું.

ગર્લફ્રેન્ડને બેસાડી બંને જામનગર રોડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા

જેને પગલે પોલીસે કાર્તિક ઉર્ફે ભોલાને ઉઠાવી લીધો હતો. પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી છે કે પરેશ ડોડિયાના ભત્રીજા યોગી ડોડિયા અને તેના મિત્રોને લઈને લગ્નમાં જવાનું હતું.. યોગી ડોડિયાને શિવસંગમ સોસાયટીમાં ઉતાર્યા બાદ તે કાર લઈને નીકળ્યો હતો.. કારમાં તેની ગર્લફ્રેન્ડને બેસાડી બંને જામનગર રોડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા તે સમયે આ ઘટના ઘટી હતી.

વહેલી સવારે ચાર વાગ્યે બાઈક પર પોતાના ઘર તરફ જતો હતો

મહત્વનું છે કે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી નજીક ગત રવિવારે સવારે મર્સિડીઝ કારના ડ્રાઈવરે બાઇકચાલકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક 32 વર્ષીય યુવક મયુર તન્ના માધાપર ચોકડી પાસેના ગોલ્ડન પોર્ટિકો એપાર્ટમેન્ટમાં રહેતો હતો.. તે વહેલી સવારે ચાર વાગ્યે બાઈક પર પોતાના ઘર તરફ જતો હતો

આ દરમિયાન રામાપીર ચોકડી પરથી પસાર થતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી મર્સિડીઝ કારે બાઈકને ઉલાળ્યું હતું.. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મયૂર તન્નાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જી ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો..

(With Input, Ronak Majithiya ) 

Published On - 9:04 am, Thu, 18 May 23