Rajkot : બિલ્ડર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની રેડ યથાવત્, 300 અધિકારીઓની ટીમો 30 સ્થળો પર ત્રાટકી

|

Aug 25, 2021 | 11:13 AM

Rajkot : શહેરની બિલ્ડર્સ લોબીમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. 300 અધિકારીઓની વિવિધ ટીમો જુદા-જુદા 30 સ્થળો પર ત્રાટકી છે. આજે વધુ 100 અધિકારીઓની ટીમ સાથે કુલ 300 અધિકારીઓ બિલ્ડર્સને ત્યાં તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન આર.કે બિલ્ડર અને ગંગદેવ ગ્રૂપને ત્યાંથી ચાર કરોડની રોકડ અને બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. બિલ્ડર વિક્રમ લાલવાણીના […]

Rajkot : શહેરની બિલ્ડર્સ લોબીમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. 300 અધિકારીઓની વિવિધ ટીમો જુદા-જુદા 30 સ્થળો પર ત્રાટકી છે. આજે વધુ 100 અધિકારીઓની ટીમ સાથે કુલ 300 અધિકારીઓ બિલ્ડર્સને ત્યાં તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન આર.કે બિલ્ડર અને ગંગદેવ ગ્રૂપને ત્યાંથી ચાર કરોડની રોકડ અને બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

બિલ્ડર વિક્રમ લાલવાણીના બંગલો અને ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. મોટાપાયે મળેલી જ્વેલરી અને કાચી નોંધની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી અને રોકડ વહીવટની આશંકા છે. અનેક વ્યવહારો રોકડમાં કરવામાં આવ્યાનું તપાસમાં સામે આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ બહાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બિલ્ડર્સ પાસેથી પ્રોપર્ટી લેનાર લોકોને ત્યાં પણ તપાસ થઈ શકે છે.

નોંધનીય છેકે ગઈકાલથી 300 અધિકારીઓની ટીમો તપાસ કરી રહી છે. જેમાં રાજકોટના જાણીતા આર.કે. બિલ્ડરને ત્યાં તપાસ યથાવત્ છે. બિલ્ડર વિક્રમ લાલવાણીના બંગલો અને ઓફિસમાં તપાસ ચાલું છે. જયારે આર.કે બિલ્ડર અને ગંગદેવ ગ્રૂપને ત્યાંથી ચાર કરોડની રોકડ મળી છે. આર.કે બિલ્ડર અને ગંગદેવ ગ્રૂપને ત્યાંથી બિનહિસાબી વ્યવહારો મળ્યા છે.

ગઈકાલે 200 અધિકારીઓ અને કર્મચારીઓને ટીમ તપાસ કરી રહી હતી. જયારે આજે 100 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ તપાસના અંતે મોટાપ્રમાણમાં બેનામી હિસાબો અને વ્યવહારો મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ બહાર આવી રહ્યાં છે. અને, આવા બિલ્ડરોને ત્યાંથી પ્રોપર્ટી લેનાર લોકોની પણ તપાસ આરંભાઇ તેવી શક્યતા છે.

Next Video