Rajkot : ભાજપના IT સેલના ઇન્ચાર્જ જ બન્યા હનીટ્રેપનો શિકાર

|

Aug 26, 2021 | 12:42 PM

રાજકોટ ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગેરૈયાનો બિભસ્ત વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી છે.મનોજ ગેરૈયાને મોડી રાત્રે સોશિયલ સાઇટ પર એક વિડીયો કોલ આવ્યો હતો.

રાજકોટ ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગેરૈયાનો બિભસ્ત વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી છે.મનોજ ગેરૈયાને મોડી રાત્રે સોશિયલ સાઇટ પર એક વિડીયો કોલ આવ્યો હતો. જેમાં મહિલા દ્રારા બિભસ્ત હરકત કરવામાં આવી હતી.જેનો મહિલા દ્રારા સ્ક્રીન રેકોર્ડિંગ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે બાદ મનોજે કોઇ સંપર્ક નહિ કરતા તેનો વિડીયો વાયરલ થતા મનોજ ગેરૈયાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

વિડીયો એડિટ કરીને મને બદનામ કરવાનું કાવતરૂ : મનોજ ગેરૈયા

મનોજ ગેેરૈયાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને રાત્રીના સમયે વિડીયો આવ્યો હતો અને બિભસ્ત હરકત કરવામાં આવી હતી.જે બાદ પાછળનો વિડીયો એડિટીંગ કરીને મને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી અને ૫ લાખ રૂપિયાની માંગ કરી હતી.રૂપિયા ન આપવામાં આવતા આ રીતે વિડીયો વાયરલ કરવાનો આક્ષેપ કર્યો હતો.આ અંગે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

બ્લેકમેઇલિંગની નવી મોડસ ઓપરેન્ડી ?

રાજકોટમાં નવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાની ઘટનાઓ વધી રહી છે.છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવીને તેની સાથે સબંધો બનાવે છે અને વિડીયો કોલના માધ્યમથી બિભસ્ત ચેનચાળા કરીને તેનો વિડીયો ઉતારીને બ્લેકમેઇલ કરી રૂપિયાની માંગ કરે છે.રૂપિયા ન આપે તો જે તે વ્યક્તિના નજીકના વ્યક્તિઓને વિડીયો મોકલે છે.રાજકોટમાં અનેક લોકો આ પ્રકારની મોડસ ઓપરેન્ડીના શિકાર બની ગયા છે.

Published On - 12:41 pm, Thu, 26 August 21

Next Video