ગુજરાત (Gujarat) ના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા દ્રારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સુરેન્દ્રનગરના પ્રભારી નિતીન ભારદ્રાજ સામે 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર (scam) નો આક્ષેપ કર્યો છે જે અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ખુલાસો કર્યા બાદ નિતીન ભારદ્રાજે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
આજે નિતીન ભારદ્રાજ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેઓએ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા,શૈલેષ પરમાર અને સી.જે.ચાવડા વિરુધ્ધ ખોટા આક્ષેપો અંગે ફરિયાદ કરી છે.નિતીન ભારદ્રાજે કહ્યું હતું કે કોંગ્રેસ દ્રારા જે આક્ષેપો થયાં છે તે પાયાવિહોણા છે અને 10 દિવસમાં કોંગ્રેસ પુરાવાઓ નહિ આપે તો 10 દિવસમાં માનહાનિનો દાવો કરશે.
આ અંગે નિતીન ભારદ્રાજે કહ્યું હતું કે કોંગ્રેસ (Congress) દ્રારા નવાગામ,આણંદપર અને માલિયાસણના જુદા જુદા 20 સર્વે નંબર 111 એકર જમીનમાં સહારા કંપની સાથે મળીને 500 કરોડનું કૌંભાડ આચર્યું હોવાનો જે આક્ષેપ લગાવ્યો છે જેમાં મારા નામનો આ ભ્રષ્ટાચારમાં શામેલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કે આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે.ભારદ્રાજે વધુમાં કહ્યું હતું કે મારા પર લગાવેલા આક્ષેપો અંગે કાનુનિ કાર્યવાહી કરી છે અને પોલીસ કમિશનરને ફરિયાદની અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ કેસમાં હું તમામ પ્રકારની તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છું અને આ મુદ્દે તમામ તપાસમાં તૈયારી હોવાનો ભારદ્રાજે દાવો કર્યો હતો.
કોંગ્રેસે કરેલા આક્ષેપો અંગે આ અગાઉ અમેરિકાથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખુલાસો કર્યો છે અને કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્રારા જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે તે નિયમોનુસાર જ કરવામાં આવ્યા છે.જે જમીન છે તેની કુલ કિંમત 75 કરોડની છે જેની સામે 500 કરોડના આક્ષેપો લગાવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે.વિજય રૂપાણીએ પણ તમામ પ્રકારની તપાસમાં સહયોગ આપવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો : કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી 4 કરોડની કિંમતનો રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો : છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત
Published On - 3:56 pm, Thu, 24 February 22