Rajkot : ભાદર-1 ડેમ 90 ટકા ભરાયો, 22 ગામને એલર્ટ કરાયા

|

Sep 22, 2021 | 8:19 AM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 90 ટકા ભરાય ગયો છે.

ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે રાજ્યના મોટાભાગના જળાશયો અને ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ(Rajkot) જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 90 ટકા ભરાય ગયો છે. ભાદર ડેમની જળસપાટી 32.55 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની કુલ સપાટી 34 ફૂટની છે.

જો કે ભાદર ડેમમાં પાણીની આવક વધતા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા, જાંકડોરણા તાલુકાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર -1 ડેમમાં હાલ 3215 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે  સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે  ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યથાવત રહેશે મેઘમહેર

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

Published On - 8:17 am, Wed, 22 September 21

Next Video