Rajkot: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે રમશે છેલ્લી વન ડે, આ તારીખથી રોહિત બ્રિગેડ આવશે રાજકોટ- જુઓ Video

|

Sep 21, 2023 | 9:15 PM

Rajkot: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. એ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ રમવાની છે. આ સિરીઝની છેલ્લી વન ડે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાવાની છે. આ વન ડે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન ડે હશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા સીધી વર્લ્ડકપ રમવા માટે જશે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી વન ડે માટે રોહિત બ્રિગેડ અને ઓસ્ટ્રેલિયન ટીમ 25 સપ્ટેમ્બરે રાજકોટ આવી જશે.

Rajkot: ક્રિકેટ વર્લ્ડકપ 2023 ભારતમાં રમાશે અને હવે તેને આડે બસ ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે. ભારતમાં આ વર્લ્ડકપ રમાવાનો હોવાથી સ્વાભાવિક છે કે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ હોય. વર્લ્ડકપની પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ રમશે. આ સિરીઝ વર્લ્ડકપની તૈયારી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે ખૂબ જ મહત્વની રહેશે. આ વન ડે સિરીઝની છેલ્લી વન ડે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. જેને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ 22 તારીખે મોહાલી, બીજી મેચ 24 તારીખે ઇન્દોર અને ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. રાજકોટમાં રમાનારી વન ડે ભારતીય ટીમની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન ડે હશે. આ મેચ બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડકપ રમવા માટે જશે. જેથી વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સિરીઝ અને રાજકોટ ખાતેની છેલ્લી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની રહેવાની છે.

રાજકોટની વનડેમાં ફૂલ સ્ટ્રેન્થ ભારતીય ટીમ રમશે

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી 2 વન ડેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. પહેલી 2 વનડેમાં કે એલ રાહુલ ટીમનો કેપ્ટન રહેશે અને રવીન્દ્ર જાડેજા ટીમનો વાઇસ કેપ્ટન રહેશે. ત્યારે ત્રીજી એટલે કે રાજકોટની વનડેમાં કોહલી, રોહિત અને પંડ્યા ટીમમાં વાપસી કરશે એટલે કે ત્રીજી વન ડે ભારતીય ટીમ ફૂલ સ્ટ્રેંથ ટીમ સાથે રમશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોને પણ રોહિત, કોહલી અને પંડ્યાની ફટકાબાજીનો આનંદ ઉઠાવવા મળશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

હાઈસ્કોરિંગ મેચ રહે તેવી પૂરી શક્યતા

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. ખંઢેરી સ્ટેડિયમ પર અગાઉ રમાયેલા મેચોનો ઇતિહાસ જોઈએ તો અહીંયા હંમેશા હાઈસ્કોરિંગ મેચ જોવા મળે છે. tv9 સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે આ વખતે પણ એ જ પ્રકારની પીચ રહેશે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300થી 350 વચ્ચેનો સ્કોર નોંધાવી શકે તેવી શક્યતા રહેલી છે. એટલે કે આ વખતે પણ પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે અને તેમના રૂપિયા પૂરેપૂરા વસૂલ થવાના છે.

બંને ટીમ 25 તારીખે આવશે રાજકોટ

24 તારીખે ઇન્દોરની મેચ બાદ બંને ટીમો 25 તારીખે રાજકોટ આવી પહોંચશે. ભારતીય ટીમ સયાજી હોટેલમાં રોકાણ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ફોર્ચ્યુન હોટેલમાં સ્ટે આપવામાં આવ્યો છે. ત્રણ દિવસ 25, 26 અને 27 તારીખ સુધી રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયેલો રહેશે. ભારતીય ટીમની હોટેલ બહાર જ્યારથી ટીમ આવે ત્યારથી જ હજારો ક્રિકેટ રસિકો પોતાના ફેવરિટ ક્રિકેટરોને જોવા માટે કલાકો સુધી ઉભા રહેતા પણ જોવા મળે છે.

આ પણ વાંચો: Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતનું આજનું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયા આ પાંચ ઈવેન્ટમાં ભાગ લેશે

1500થી લઈને 10 હજાર સુધી ટિકિટના ભાવ

ખંઢેરી સ્ટેડિયમ 28 થી 30 હજાર પ્રેક્ષકોની કેપેસીટી ધરાવે છે. રાજકોટમાં જ્યારે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય ત્યારે ખંઢેરી સ્ટેડિયમ હંમેશા હાઉસફૂલ રહે છે. આ વખતે ટિકિટના ભાવ જોઈએ તો 1500થી શરૂ થઈને 10 હજાર સુધી ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. ત્યારે વર્લ્ડકપ પહેલાની ભારતીય ટીમની છેલ્લી મેચમાં રાજકોટના ક્રિકેટ રસિકોને સ્ટેડિયમમાં મોજ પડી જવાની છે તે નક્કી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article