Rajkot : સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજને લઈને રસ્તો ડાયવર્ટ કરાયો, બાર એસોસિએશને કામ અટકાવવાની આપી ચીમકી

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને મુશ્કેલી પડે છે. ત્યારે મોચી બજાર ખટારા સ્ટેન્ડથી કુવાડવા રોડનો રસ્તો બંધ કરી દેતા બાર એસોસિએશને બ્રિજના કામને અટકાવવાની ચીમકી આપી છે.

Rajkot : સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજને લઈને રસ્તો ડાયવર્ટ કરાયો, બાર એસોસિએશને કામ અટકાવવાની આપી ચીમકી
રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્રિજ
| Edited By: | Updated on: Jul 06, 2021 | 6:04 PM

Rajkot : સિવિલ હોસ્પિટલ ચોકમાં હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવા માટે મુશ્કેલી પડતી હોવાનો બાર એસોસિએશન (Bar Association ) દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વૈકલ્પિક રસ્તો આપવા માગ કરવામાં આવી છે.

રાજકોટ બાર એસોસિએશન દ્વારા બુધવારે સિવીલ હોસ્પિટલ ચોકમાં ચાલી રહેલા બ્રિજના કામને અટકાવવાની ચીમકી આપી છે. સિવીલ હોસ્પિટલમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેના માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કર્યા છે. આજે મોચીબજાર ખટારા સ્ટેન્ડથી કુવાડવા રોડ તરફનો રસ્તો બંધ કરી દેતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં અલગ અલગ કોર્ટ બિલ્ડીંગો આવેલી છે. જેમાં 54 જેટલી કોર્ટ છે ત્યારે વકીલોને આવવા જવા માટે ભારે હાલાકી પડી રહી છે.

જે અંગે હવે બાર એસોસિએશને બાયો ચડાવી છે અને બુધવાર સુધીમાં એક કોર્ટમાંથી બીજા કોર્ટમાં જવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો કામકાજ બંધ કરાવવાની ચીમકી આપી છે. બીજી તરફ મનપાના અધિકારીઓએ આ અંગે વિચારણા ચાલુ હોવાનું કહ્યું છે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવો દાવો કર્યો છે.

નોંધનીય છે કે, મંગળવારથી કેસરી પુલથી કોર્ટ તરફનો રસ્તો પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. પારેવડી ચોક તરફથી હોસ્પિટલ ચોક તરફ જતા લોકોને બેડીનાકા ટાવર તરફથી વળીને મોચી બજાર મેઇન રોડ થઈને દાણાપીઠ નજીક મચ્છી માર્કેટ નજીકથી હોસ્પિટલ ચોક તરફ જવાનું રહેશે.

Published On - 6:03 pm, Tue, 6 July 21