રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં 72 દિવસ બાદ દેવાયત ખવડને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે અને 28 ફેબ્રુઆરીએ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટ્યા.આ 72 દિવસ દરમિયાન દેવાયત ખવડનાં અનેક ડાયરાઓ કેન્સલ પણ થયા.પરંતુ હવે દેવાયત ખવડના ચાહકો માટે સારા સમાચાર છે.હવે ફરીથી દેવાયત ખવડ ડાયરાઓ ગજાવતા દેખાશે.જામીન પર છૂટ્યા બાદ દેવાયત ખવડ પાલીતાણા તાલુકાના કોળાંબા ધામ ખાતે કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સાથે ડાયરાની રમજટ બોલાવશે.આ ડાયરો કમળાઈ માતાજીના હુતાસણી નિમિતે રાખવામાં આવ્યો છે અને ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવાયત ખવડ ડાયરામાં પોતાના બેબાક બોલ માટે જાણીતા છે.ત્યારે આ ડાયરો જેલમાંથી જમીન પર બહાર આવ્યા બાદ પ્રથમ ડાયરો છે.ત્યારે દેવાયત ખવડના તેવર પહેલા જેવા જ રહે છે કે બદલાય છે તે જોવાનું રસપ્રદ રહેશે.આ ઉપરાંત વિરોધીઓ પર આડકતરા પ્રહાર કરશે કે કેમ એ પણ જોવું મહત્વનું રહેશે.
દેવાયત ખવડ સોનલ માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે.અવાર નવાર તેઓ તેના ડાયરાઓમાં પણ સોનલ માં પ્રત્યે તેમની શ્રધ્ધા વિશે વાત કરતાં હોય છે.28 તારીખે રાત્રે જેલમાંથી જમીન પર છૂટયા બાદ રાત્રે જ તેઓ સોનલ ધામ મઢડા પહોંચ્યા હતા અને માતાજીને શીશ જુકાવ્યું હતું.દેવાયત ખવડના બહાર આવવાથી તેના ચાહકો અને કલાકાર મિત્રોમાં પણ આનંદની લાગણી હતી.જીજ્ઞેશ કવિરાજ,ભાવિન ભાનુશાળી,ખજૂર ભાઈ સહિતના કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ખુશી પણ વ્યક્ત કરી હતી.
રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી જમીન પર બહાર આવ્યા બાદ દેવાયત ખવડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યોગ્ય સમયે જવાબ આપીશ અને કેટલાક ખુલાસા કરીશ.આ ઉપરાંત તેણે તેના ચાહકો અને મિત્રોનો આભાર માન્યો હતો અને અમૃત ઘાયલની એક રચના પણ ઉચ્ચારી હતી કે,”જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જિંદગી તેની ખબર નથી હોતી” આ શબ્દો કહીને તેમને તેની લાગણી દર્શાવી હતી.
આ પણ વાંચો : Gujarati video: BMW હિટ એન્ડ રન કેસ: સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી સામે, અન્ય એક કારમાંથી મળી આવી છરી, જુઓ Video