Rajkot: પારડી-કોરાટ ચોકના સમારકામના લીધે રૂટ ડાયવર્ટ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ, જાણો ક્યા રૂટ થશે ઉપયોગી

|

Apr 21, 2023 | 9:05 PM

રાજકોટ રૂડા રિંગરોડ-૨ માલિયાસણ ગામ બાયપાસ તરફથી કોરાટ ચોક તરફ આવતા વાહનોને ગોંડલ તરફ ડાઇવર્ટ કરીને, રાજકોટ રૂડા રીંગરોડ -૨ પર આવેલ ખોખડદળ ચોકડીથી કોઠારીયા કોટડા સાંગાણી રોડ પર નારણકા ચોકડી થઈ રીબડા ફાટક થઈ રીબડા ચોકડી તરફ ડાયવર્ટ કરીને નેશનલ હાઈવે પર જવાનું રહેશે.

Rajkot: પારડી-કોરાટ ચોકના સમારકામના લીધે રૂટ ડાયવર્ટ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ, જાણો ક્યા રૂટ થશે ઉપયોગી

Follow us on

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પસાર થતા પારડી કોરાટ ચોક ખાતે સમારકામ કરવાનું હોવાથી, વાહનચાલકોએ હયાત રૂટના બદલે ડાયવર્ટ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશીએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અંગે હુકમ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામુ 6 મે સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર ઠરશે

ડાયવર્ટ કરાયેલા રૂટ આ મુજબ રહેશે

રાજકોટ રૂડા રિંગ રોડ-૨ કટારિયા ચોકડી તરફથી કોરાટ ચોક તરફ આવતા વાહનોને ગોંડલ તરફ ડાઇવર્ટ કરીને, રાજકોટ રૂડા રિંગરોડ-૨ પર આવેલા ટીલાળા ચોકથી પાળ ગામ થઇ રાવકી ગામ થઈ સાંગણવા ગામથી પસાર થતા લોધીકા રીબડા રોડ પર થઈ રીબડા ચોકડી તરફ ડાયવર્ટ કરી નેશનલ હાઈવે પર જવું.

રાજકોટ રૂડા રિંગ રોડ-૨ કટારિયા ચોકડી તરફથી કોરાટ ચોક તરફ આવતા વાહનોને રાજકોટ તરફ ડાઇવર્ટ કરીને, રાજકોટ રૂડા રીંગરોડ -૨ પર આવેલ ટીલાડા ચોકથી રાજકોટ વગળ ચોકથી પુનિતના ટાંકા પાસેથી 150 રીંગ રોડ તરફ ડાયવર્ટ કરી નેશનલ હાઇવે પર જવું.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો:  Eid-ul-Fitr 2023: ઇદ મુબારક, આજે ચાંદ દેખાતા આવતીકાલે ઉત્સાહ પૂર્વક થશે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી, ચાંદ કમિટીએ કરી જાહેરાત

રાજકોટ રૂડા રિંગરોડ-૨ માલિયાસણ ગામ બાયપાસ તરફથી કોરાટ ચોક તરફ આવતા વાહનોને ગોંડલ તરફ ડાઇવર્ટ કરીને, રાજકોટ રૂડા રીંગરોડ -૨ પર આવેલ ખોખડદળ ચોકડીથી કોઠારીયા કોટડા સાંગાણી રોડ પર નારણકા ચોકડી થઈ રીબડા ફાટક થઈ રીબડા ચોકડી તરફ ડાયવર્ટ કરીને નેશનલ હાઈવે પર જવું.

રાજકોટ રૂડા રિંગરોડ-૨ માલિયાસણ ગામ બાયપાસ તરફથી કોરાટ ચોક તરફ આવતા વાહનોને રાજકોટ તરફ ડાઇવર્ટ કરીને, રાજકોટ રૂડા રીંગરોડ-૨ પર આવેલ ખોખડદળ ચોકડીથી કોઠારીયા ગામ થઈ રાજકોટ હુડકો ચોકડી તરફ ડાયવર્ટ કરીને નેશનલ હાઈવે ઉપર જવું.

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે રાજકોટ શહેર તરફથી આવતા વાહનોને નેશનલ હાઇવે રોડના મેઇન ટ્રેક પરથી ડાઇવર્ટ કરીને, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે કાંગશીયાળી સીમ ટોયોટા શોરૂમ પાસે પડતા સર્વિસ રોડના ખાચામાંથી સર્વિસ રોડ પર ઉતારી પારડી ઓવર બ્રિજ પાસે સર્વિસ રોડ પૂર્ણ થાય છે ત્યાંથી પારડી ઓવરબ્રિજ પર ચડાવી નેશનલ હાઈવે પર જવું.

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પોરબંદર તરફથી આવતા વાહનોને નેશનલ હાઇવે રોડના મેઇન ટ્રેક પરથી ડાઇવર્ટ કરીને, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પારડી પુલ ઉતરી તેજસ્વી હનુમાન મંદિર પાસેથી પસાર થતા સર્વિસ રોડ પર ઉતારી કલ્પવન સોસાયટીના પાટીયા પાસે સર્વિસ રોડ પૂર્ણ થાય છે ત્યાંથી નેશનલ હાઈવે રોડ પર ચડાવી નેશનલ હાઇવે પર જવું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article