Rajkot : પાકિસ્તાન દ્વારા ગદર્ભ (Donkey) અને શ્વાન (Dog) ચીનમાં નિકાસ કરવાની વિચારણા હાથ ધરી હતી. જો કે રાજકોટના જીવદયા પ્રેમીએ આ ગદર્ભોની ચિંતા કરી હતી. રાજકોટના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના વડા પ્રધાન અને પશુપાલન મંત્રાલયને પત્ર લખીને ગદર્ભ અને શ્વાનની નિકાસ ન કરવા અપીલ કરી હતી. જેને લઇને પાકિસ્તાન સરકાર દ્વારા પ્રત્યુતર આપવામાં આવ્યો હતો અને આ અંગે વિચારણા હાથ ધરાશે તેવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો-Monsoon 2023 : મહેસાણા વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જુઓ Video
રાજેન્દ્ર શાહે પાકિસ્તાનને પત્ર લખીને કહ્યું હતું કે ગદર્ભો પાકિસ્તાનના પશુધન છે. ગદર્ભો આજીવિકા પુરી પાડે છે.જો ગદર્ભ અને શ્વાનની નિકાસ કરવામાં આવશે તો પશુધનને નુકસાન થશે. ગદર્ભોથી થતી આજીવિકાને નુકસાન પહોંચશે અને આર્થિક નુકસાન થશે. ચીનમાં તો માત્ર પશુઓની કત્લેઆમ થશે ત્યારે પશુધન બરબાદ ન થાય તે જોવું જોઇએ જેથી પરમાત્મા પર ખુશ થશે.
રાજેન્દ્ર શાહે કરેલા ઇ મેઇલ અંગે પાકિસ્તાન સરકારના પશુપાલન વિભાગના કમિશનર ડો. મહંમદ અક્રમે પ્રત્યુતર આપતા કહ્યું હતું કે આપે જે પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા કરી છે તેને ધ્યાને લેવામાં આવશે અને જવાબદાર વિભાગને ધ્યાને આ વાત મૂકવામાં આવી છે.
આ પણ વાંચો- Rajkot Rain Update : રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા
રાજેન્દ્ર શાહે દાવો કર્યો હતો કે ચીન પોતાના દેશમાં પશુઓની કત્લ કરે છે. ભૂતકાળમાં ચીન દ્વારા શ્રીલંકા પાસેથી વાનરો મગાવવામાં આવ્યા હતા અને તેનો દુરપયોગ કર્યો હતો, ત્યારે પશુધનને બચાવવા માટે પાકિસ્તાન સરકારે પગલા લેવા જોઇએ. આ નિર્ણયની પશુધનને પણ બચાવી શકાય છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:39 pm, Fri, 7 July 23