રાજકોટમાં (Rajkot) ફરીથી એક વાર વિદ્યાનું ધામ શર્મસાર થયું છે અને ફરીથી એકવાર વિદ્યાર્થી (Students) અત્યાચારનો શિકાર બન્યો છે ત્યારે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં (Marwari University ) જ્યાં 5 વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પીડિત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તો પોલીસે પણ કાર્યવાહી કરતા 5માંથી 3 વિદ્યાર્થીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓની પોલીસ શોધખોળ ચલાવી રહી છે. અગાઉ પણ આ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો હતો.
દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સમગ્ર ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કરાયો હતો અને ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી પર પણ મીડિયા સમક્ષ મોં નહીં ખોલવા દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ ઘટના પ્રકાશમાં ન આવે તે માટે વિદ્યાર્થીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં એક આપત્તિજનક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધીશો શું કાર્યવાહી કરે છે.
અગાઉ પણ જુદા જુદા મુદ્દે મારવાડી યુનિવર્સિટી વિવાદનો ભાગ બની હતી. થોડા સમય પહેલા મારવાડી યુનિવર્સિટિમાંથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનોનો અભદ્ર વીડિયો લીક થયો હતો. તો બે મહિના અગાઉ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, તો બેન્ચ પર બેસવા જેવા સામાન્ય મુદ્દે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલતી હોય તેવો વીડિયો પણ આ જ યુનિવર્સિટીનો વાયરલ થયો હતો.
Published On - 12:29 pm, Fri, 21 October 22