Rajkot : પોલીસ કાંડમાં કાર્યવાહી બાદ MLA ગોવિંદ પટેલે કહ્યું લોકોએ દિવાળીની જેમ ફટાકડા ફોડ્યાં

રાજકોટમાં પોલીસ કાર્યવાહી બાદ ગોવિંદ પટેલ અને જગજીવન સખિયા એકબીજાને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.આજે ગોવિંદ પટેલની ઓફિસ ખાતે જગજીવન સખિયા પહોંચ્યા હતા .

Rajkot : પોલીસ કાંડમાં કાર્યવાહી બાદ MLA ગોવિંદ પટેલે કહ્યું લોકોએ દિવાળીની જેમ ફટાકડા ફોડ્યાં
Rajkot MLA Govind Patel (File Photo)
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:12 PM

રાજકોટમાં(Rajkot)  પોલીસ કમિશન કાંડ(Commission Scam)  મામલે રાજ્ય સરકારે કરેલી કાર્યવાહી બાદ ગુજરાતના પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.ગૃહ વિભાગની કાર્યવાહી બાદ ધારાસભ્ય ગોવિંદ પટેલે(Govind Patel)  પોલીસ સામે કરાયેલી કાર્યવાહીને આવકારી હતી.ગોવિંદ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે તોડકાંડ મામલે જે કાર્યવાહી કરી છે તે ખરેખર આવકારદાયક છે અને અભિનંદનને પાત્ર છે.ગોવિંદ પટેલે કહ્યું હતું કે દિવાળીમાં જે રીતે લોકો ફટાંકડા ફોડે છે તે રીતે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી થતા લોકોએ ફટાંકડા ફોડ્યા છે.ગોવિંદ પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગે મનોજ અગ્રવાલ,પીઆઇ ગઢવી,પીએસઆઇ સાખરા અને કોન્સટેબલ યોગેન્દ્રસિંહ પર થયેલી ખાતાકીય તપાસને આવકારી હતી અને રાજ્ય સરકાર દ્રારા તમામની સામે આવક કરતા વધારે સંપતિની તપાસ અંગેની કાર્યવાહી અને એસીબીની તપાસને સમયોચિત ગણાવી હતી.

લાંચ આપવી ગુનો છે,મારા પર કાર્યવાહી થાય તો વાંધો નથી-જગજીવન સખિયા

આ કેસના મુખ્ય ફરિયાદી જગજીવન સખિયાએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે,જગજીવન સખિયાએ કહ્યું હતું કે સરકાર એસીબીની તપાસ આપી છે તે યોગ્ય છે જો એસીબી માં ફરિયાદી બનવાનું કહેશે તો હું ફરિયાદી બનવા માટે તૈયાર છું,જગજીવન સખિયાએ કહ્યું હતું કે લાંચ આપવી એ પણ ગુનો છે ત્યારે મારા પર કોઇ કાર્યવાહી થાય તો પણ હું તૈયાર છું,

પોલીસ કાર્યવાહી બાદ ગોવિંદ પટેલ અને જગજીવન સખિયા મળ્યા.

પોલીસ કાર્યવાહી બાદ ગોવિંદ પટેલ અને જગજીવન સખિયા એકબીજાને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.આજે ગોવિંદ પટેલની ઓફિસ ખાતે જગજીવન સખિયા પહોંચ્યા હતા .

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

ઉલ્લેખનીય છે કે, રાજકોટના બહુચર્ચિત પોલીસ કમિશનકાંડ મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. નોંધનીય છે . પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે. આ સિવાય PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને ફરજ મોકુફ કરાયા છે. PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. તમામ સામે લાંચ રુશવત વિરોધી બ્યુરોને તપાસ સોંપવામાં આવી છે અને તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો : Ahmedabad : સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉત્તમ પ્રાદેશિક એરપોર્ટનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો : Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા