આપણે ભલે આધુનિક સમાજમાં જીવતા થયા હોઈએ દીકરીને દીકરા સમોવડી ગણવતા થયા હોઈએ, પરંતુ આજે પણ ક્યાંકને ક્યાંક હજુય આપણો સમાજ હજુય ખૂબ પછાત છે તેવું રોજબરોજના કિસ્સાઓ પરથી લાગી રહ્યું છે. આપણે ભલે દીકરો દીકરી એક સમાન હોવાની વાતો કરતા થયા હોઈએ પરંતુ આજે પણ સ્ત્રીનું ગર્ભ પરિક્ષણ કરાવાય છે, છાને ખૂણે દીકરીને ભૃણમાં જ મારી નાખવામાં આવે છે, દીકરીને દીકરા સમોવડિયા અધિકારોથી વંચિત રખાય છે. આપણો સમાજ એક ઊંચાઈ તરફ ગતિ તો કરી રહ્યો છે, જેમાં એક દીકરીને પણ સમાન અધિકારો મળી રહે. પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે.
વાત છે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના આંગણે આવનાર દંપતીની કે જેઓએ આ બાલાશ્રમની તન્મય નામની બાર વર્ષની દીકરી કે જે લગભગ પાંચેક વર્ષ પહેલા સ્ટેશન પરથી મળી આવી હતી. આ દીકરીને દતક લઈ પોતાનું આંગણું દિપાવ્યું છે. આ દંપતી એટલે કે ઉમેશ શ્રીવાસ્તવ કે જેઓ દિલ્હીના વતની છે અને તેમના પત્ની શિવાની બહેન જેઓ પટણાના વતની છે મૂળ ભારતીય આ દંપતી છેલ્લા પંદરેક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. ઉમેશભાઈ કમ્પ્યુટર એન્જિનિયર છે જ્યારે શિવાની બહેન અમેરિકા ખાતે એક શિક્ષિકા તરીકે કાર્યરત છે.
આ દંપતીને સંતાનમાં એક પુત્ર અરહંત પણ છે .પરંતુ દીકરી વગરનું આંગણું સુનું લાગતા આ દંપતિએ એક ઇન્ટનેશનલ એજન્સીના મારફત કાઠિયાવાડી બાલાશ્રમનો સંપર્ક કરી એક દીકરીને દતક લીધી છે. દંપતી જણાવે છે કે અમુક કારણોસર તેઓ દીકરીને દતક નહોતા લઈ શક્યા, પરંતુ હવે તેઓની મનોકામના ફળી છે. વધુમાં શિવાની બહેને જણાવ્યું હતું કે દીકરી વગરનું ઘર એ ઘર નહોતું લાગતું એટલે અમે તન્મયને દત્તક લેવાનું મન બનાવ્યું.
આ પણ વાંચો : મોડાસા SOG ટીમ પર હુમલો, હથિયાર પરવાના ચેક કરવાની કાર્યવાહી દરમિયાન એટેક કર્યો, 2 આરોપી ઝડપાયા
12 વર્ષની દીકરી તન્મય ને દતક લઇ શ્રીવાસ્તવ દંપતિએ તન્મયને આહના જેવું સરસ મજાનું નામ આપ્યું છે એટલે હવે દીકરી તન્મય હવે આહના શ્રીવાસ્તવ તરીકે ઓળખાશે. દીકરીને દતક લીધા બાદ શ્રીવાસ્તવ દંપતી ખુબજ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે દીકરા અરહંતને પણ બહેન મળ્યાનો અનેરો આનંદ છે. તો આ તકે દીકરી તન્મય પણ કાઠિયાવાડી બાલાશ્રમ ની યાદોને વાગોળતા જણાવે છે કે આ બાલાશ્રમમાં તે છેલ્લા ૫ વર્ષથી છે અને એક સગી દીકરી કરતા પણ વિશેષ રીતે તેનો ઉછેર થઈ રહ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…