Rajkot: માધવપુરના મેળા માટે 70 બસ ફાળવાઈ, 30 માર્ચથી શરૂ થશે મેળો

|

Mar 29, 2023 | 10:37 PM

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10  બસ, ગોંડલ પ્રાંતને 14 બસ, જેતપુર પ્રાંતને 18 બસ, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે.

Rajkot: માધવપુરના મેળા માટે 70 બસ ફાળવાઈ, 30 માર્ચથી શરૂ થશે મેળો

Follow us on

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્ર સુદ નવમી, 30મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમ સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આ રાષ્ટ્રીય મેળામાં નિઃશુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે.

1 એપ્રિલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બસો ઉપડશે

પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુર જવા માટે આ બસો ઉપડશે. રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10  બસ, ગોંડલ પ્રાંતને 14 બસ, જેતપુર પ્રાંતને 18 બસ, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે.

મેળામાં જવા માટે અત્યાર સુધીમાં 1439  જેટલા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ હવેલીઓ, ઈસ્કોન મંદિર, મુરલી મનોહર મંદિર, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મેળામાં જવા માટે ઉત્સુક છે. આ માટે જિલ્લાના વિવિધ પ્રાંત અધિકારીઓ દ્વારા વિવિધ સંગઠનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પણ વાંચો: Porbandar: માધવપુર ઘેડના મેળાનો ધમધમાટ, શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની તૈયારીઓ, 3 આકર્ષક થીમ સાથે યોજાશે મેળો

જેમાં આ સંસ્થાઓના અગ્રણીઓએ આ રાષ્ટ્રીય મેળામાં જવા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો. મહત્ત્વનું છે કે, માધવપુરના મેળા માટે શ્રદ્ધાળુઓની મુસાફરીની સુગમતા માટે નાયબ મામલતદારો તેમજ વિવિધ ક્લાર્કને પણ ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત બસ દીઠ સુપરવાઈઝર પણ મુકવામાં આવશે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે માધવરાયનો મેળો

માધવપુરનો લોકમેળો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની યાદમાં હર વર્ષે યોજાય છે.આ પ્રસંગમાં ભાગ લેવા દેશભરમાથી લાખો કૃષ્ણ ભક્તો ઉમટી પડે છે.પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે ચૈત્ર સુદ નોમથી સતત 5 દિવસ યોજાય છે.આ મેળામાં ભગવાનના લગ્નના પ્રસંગો ઉજવાય છે.જેમાં ગણેશ સ્થાપના,સ્વયંવર વિધિ,વરઘોડો વગેરે પ્રસંગો અહી ઉજવાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article