Rajkot : પ્લાસ્ટિક વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ધોરાજીમાં 450 પ્લાસ્ટિક રિસાઇકલ ફેક્ટરીઓ કાર્યરત

|

Jul 02, 2023 | 5:42 PM

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો નાશ ન કરી શકાતો હોવાથી તેને રીસાઇકલ કરવું જરૂરી છે. ગુજરાતભરમાં પ્લાસ્ટિક રીસાઇકલનું સૌથી મોટું ક્લસ્ટર એકમાત્ર ધોરાજીમાં છે, ધોરાજીમાં પ્લાસ્ટિક રીસાઇકલ કરવાના ઉદ્યોગો અંદાજે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે.

Rajkot : પ્લાસ્ટિક વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ધોરાજીમાં 450 પ્લાસ્ટિક રિસાઇકલ ફેક્ટરીઓ કાર્યરત
Dhoraji Plastic Waste Factory

Follow us on

Rajkot: ગુજરાતમાં(Gujarat)પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના હેતુસર રાજય સરકારે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે.રાજ્યમાં પ્લાસ્ટિકના રિસાઇલ માટે ધોરાજી મોખરાનું સ્થાન ધરાવે છે.ધોરાજીમાં(Dhoraji)પ્લાસ્ટિકના રિસાઇલના 450 થી વધારે કારખાના ધમધમી રહ્યા છે.

ધોરાજીથી દેશ-વિદેશમાં પ્લાસ્ટિક પ્રોડક્ટની નિકાસ

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો નાશ ન કરી શકાતો હોવાથી તેને રીસાઇકલ કરવું જરૂરી છે. ગુજરાતભરમાં પ્લાસ્ટિક રીસાઇકલનું સૌથી મોટું ક્લસ્ટર એકમાત્ર ધોરાજીમાં છે, ધોરાજીમાં પ્લાસ્ટિક રીસાઇકલ કરવાના ઉદ્યોગો અંદાજે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. વર્તમાનમાં ધોરાજી તાલુકામાં 450થી વધારે ફેકટરીઓ પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરી દોરી-દોરડા, બોક્સ પટ્ટી, પાઈપ, સુતરી સહિતની ચીજ-વસ્તુઓ બનાવે છે.

એટલું જ નહીં, અમેરિકા, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ધોરાજીના પ્લાસ્ટિક રીસાઇકલ યુનિટોને મશીનરી લેવા માટે સબસીડીનો લાભ આપવામાં આવે છે. ધોરાજીના પ્લાસ્ટિક રીસાઈકલ ઉદ્યોગોની સફળતામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

સ્વચ્છ ભારત મિશન’ની વેગવંતુ બનાવવામાં સહયોગ

તેમજ આ ઉદ્યોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ની વેગવંતુ બનાવવામાં સહયોગ આપે છે. આમ, ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ દ્રષ્ટાંત ધોરાજીનું પ્લાસ્ટિક રીસાઇકલ કલસ્ટર પૂરું પાડે છે. આથી, લોકો પ્લાસ્ટિક બેગના બદલે તેના વિકલ્પ તરીકે કોટન બેગ અને પેપર બેગનો ઉપયોગ વધુમાં વધુ કરે, તે હિતાવહ છે.

રાજ્યભરમાં પ્લાસ્કિટની થેલી પર છે પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્રારા પ્લાસ્ટિકના વપરાશને લઇને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તે માટે પ્લાસ્ટિકના ઝબલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્રારા 75 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્કિના ઝબલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સમયાંતરે નગરપાલિકા અને મહાનગરપાલિકા આ પ્રકારનું પ્લાસ્ટિક વાપરી પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરે છે.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩ જુલાઈના રોજ ‘ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે’( International Plastic Bag Free Day)ઉજવાય છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી થતા પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણને પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા તેમજ ખાસ કરીને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળવા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:36 pm, Sun, 2 July 23

Next Article