RAJKOT : સોની બજારમાં 4થી 5 કિલો ચાંદીની ચોરી, મહિલાની કરતૂત સીસીટીવીમાં કેદ

|

Jul 31, 2021 | 10:27 PM

એક જવેલર્સની દુકાનમાં દિનદહાડે ચોરીની ઘટના બની છે. ગ્રાહકની સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચાલાકીથી ચારથી પાંચ કિલો ચાંદી લઇને ફરાર થઇ છે.

RAJKOT : શહેરમાં ધીરેધીરે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. કોરોના મહામારીમાં રાહત મળતાની સાથે જ લેભાગું તત્વો ચોરીના રવાડે ચડી ગયા છે. ફરી આવી જ એક ઘટના શહેરના પ્રસિદ્ધ સોની બજારમાં સામે આવી છે. અહીં એક જવેલર્સની દુકાનમાં દિનદહાડે ચોરીની ઘટના બની છે. ગ્રાહકની સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચાલાકીથી ચારથી પાંચ કિલો ચાંદી લઇને ફરાર થઇ છે. ચોરીની આ ઘટના શક્તિ જવેલર્સ નામની દુકાનમાં બની હતી. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે જુઓ આ સીસીટીવી દ્રશ્યો, જેમાં મહિલાએ કેવી રીતે ચોરીને અંજામ આપ્યો છે.

 

Next Video