Rajkot: PM મોદી લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ આવતીકાલે નહીં કરે, PMOમાંથી ઈ-મેઈલ મારફતે કરી જાણ

|

Jun 24, 2021 | 4:52 PM

વડાપ્રધાને કહ્યું હતુ કે, આ લાઈટ પ્રોજેક્ટ આધુનિક ટેકનિકથી બનશે અને તે વધારે મજબુત તેમજ ગરીબોને સુવિધાજનક અને આરામદાયક ઘર મળશે.

Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વર્ષ 2022 સુધી દેશના દરેક બેઘર પરિવારોને ઘર આપવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project)નું રાજકોટમાં નિર્માણ થઈ રહ્યું છે. 3 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરે તેવી શકયતા છે.

 

વડાપ્રધાને કહ્યું હતુ કે, આ લાઈટ પ્રોજેક્ટ આધુનિક ટેકનિકથી બનશે અને તે વધારે મજબુત તેમજ ગરીબોને સુવિધાજનક અને આરામદાયક ઘર મળશે. લાઉટ હાઉસ પ્રોજેક્ટ માટે ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધપ્રદેશ, ગુજરાત અને ઝારખંડને સામેલ કરવામાં આવ્યા છે. લાઉટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project) કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે.

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project)નું રાજકોટમાં નિર્માણ થઈ રહ્યું છે. તેનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ રાજકોટમાં આવવાના હતા, પરંતુ હવે રાજકોટ મનપાને PMOમાંથી ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લાઈટ-હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે નહીં. 1,144 આવાસનું 118 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના ડ્રિમ પ્રોજેક્ટ રાજકોટના રૈયા સ્માર્ટ સિટીમાં તૈયાર છે. 118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર થશે, આ આવાસો ફ્રાંસ ટેકનોલોજી તેમજ મોનોલિથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેક્નોલોજી અંતર્ગત ટનલ ફોર્મવર્ક સિસ્ટમના માધ્યમથી આવાસ તૈયાર થશે. 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ખાતમુર્હત કર્યુ હતુ. આ પ્રોજેક્ટ 15 મહિનામાં પુર્ણ કરવાનું આયોજન છે. દેશના 6 રાજ્યોમાં વિવિધ ટેક્નોલોજીથી આવાસ તૈયાર થઈ રહ્યા છે.

 

શું છે આવાસની વિશેષતા

  • ટનલ ફોર્મેટથી તૈયાર થાય છે આવાસ.
  • મેનપાવર અને સમય મર્યાદા ઘટી જાય છે. જેથી કામ ઝડપથી થાય છે.
  • દિવાલો કે પ્લાસ્ટર તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી.
  • ક્રોંકિટનું બાંધકામ હોવાથી પાણી લીકેજ કે ભેજની કોઈ સમસ્યા રહેતી નથી.
  • ભૂકંપ કે વાવાઝોડાની પણ નહિવત અસર થાય છે.

 

આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. વિશેષ ટેક્નોલોજી ગ્રાન્ટ તરીકે પ્રતિ આવાસ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: Indain Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના

Next Video