AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના

Indian Army : સૈન્યના શસ્ત્ર સરંજામમાં વધારો અને બોર્ડર પર કનેક્ટિવિટી અને અન્ય માળખાકીય સુવિધાઓ વધાવની સાથે ભારતીય સેના દિવસેને દિવસે મજબૂત થતી જાય છે. આ દિશામાં ભારત સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા વધુએક પગલું લીધું છે.

Indian Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના
FILE PHOTO : FICV
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 4:53 PM
Share

Indian Army : LAC પર ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ભારતીય સેનાએ ફ્યુચરીસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ એટલે કે FICV (બખ્તરબંધ ગાડીઓ) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ, 1750 એફઆઇસીવી ખરીદવાની યોજના છે, જે અંતર્ગત રસ ધરાવતા સૈન્ય શસ્ત્ર વિક્રેતાઓએ એક અઠવાડિયાની અંદર આર્મી હેડક્વાર્ટરને તેમના જવાબો આપવાના રહેશે.

ભારતીય સેનાએ જાહેર કર્યું RAF મળતી માહિતી મુજબ ભારતીય સેના (Indian Army) એ કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત ફ્યુચરીસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ (FICV) માટે લાંબા સમયથી બાકી રહેલા પ્રોજેક્ટ માટે રીક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RAF) એટલે કે દરખાસ્ત માટેની વિનંતી જાહેર કરી છે. જોકે સેનાએ આ પ્રોજેક્ટનમાં કેટલ એફઆઇસીવી વાહનો હશે તે જણાવ્યું નથી, પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં 1750 એફઆઇસીવીનો ઓર્ડર આપવામાં આવશે.

વાહનમાં એન્ટી ટેન્ક મિસાઇલ પણ શામેલ ભારતીય સેના (Indian Army) એ જાહેર કરી રીક્વેસ્ટ ફોર પ્રોપોઝલ અનુસાર આ લડાકુ વાહનો ભારતની ઉત્તરીય સરહદો એટલે કે લદ્દાખ, મધ્ય અને સિક્કિમ સેક્ટરમાં કામગીરી માટે તૈનાત કરવામાં આવશે. આ FICV નો ઉપયોગ સૈનિકોની ઝડપી મુવમેન્ટ અને ટેન્કો વિરૂદ્ધ કરવામાં આવે છે. આ લડાકુ વાહનોમાં 8-10 સૈનિકો તેમના હથિયારો સાથે લઇ જઈ શકાય શકાય છે. આ સિવાય આ લડાકુ વાહનો મશીનગન અને એટીજીએમ એટલે કે એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પણ સજ્જ હશે.

સેનાના જુના વાહનોની જગ્યા લેશે ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ પ્રતિષ્ઠિત અને બિગ-ટિકિટ પ્રોજેક્ટમાં ભાગ લેવા ઇચ્છુક સૈન્ય શસ્ત્ર વિક્રેતાઓને એક અઠવાડિયાની અંદર પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરવા જણાવ્યું છે.મળતી માહિતી મુજબ આ નવા FICV વાહનો ભારતીય સેના (Indian Army) ના 80 ના દાયકાના જૂના BMP-2 ‘સારથ’ વાહનોને બદલશે. ભારતીય સેના હાલમાં રશિયન ડિઝાઈન કરેલા બીએમપી (બોયવીયા માચિનિકા પેખોટી) વાહનોનો ઉપયોગ કરે છે.

ભારતીય વાયુસેના પણ મજબૂત થઇ રહી છે ભારતીય વાયુસેના (Indian Airforce) પણ દર બે મહિને તેના રાફેલ લડાકુ વિમાનોના આગમન સાથે મજબૂત બની રહી છે. રફેલ સાથે મિગ-29 અને સુખોઈ-30 નું ઉત્તરીય સરહદો પર આકાશમાં વર્ચસ્વ છે અને બીજું સ્ક્વોડ્રોન અથવા વિમાન આ મહિનાના અંત સુધીમાં કામગીરી માટે તૈયાર થઈ જશે.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">