Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ

|

Jun 09, 2022 | 9:50 AM

રાજકોટ રથયાત્રામાં (Rathyatra) દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે.

Rajkot : આ વર્ષે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, દેશભરમાંથી સાધુ સંતો આવશે રાજકોટ
Preparations begin for Rathyatra

Follow us on

રાજકોટમાં (Rajkot) ભગવાન જગન્નાથજીની રથયાત્રાની (Jagnnath Rathyatra) તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જગન્નાથ મંદિરના મહંત ત્યાગીના વડપણ હેઠળ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.રથયાત્રાનો(Rathyatra)  પ્રારંભ અષાઢી બીજ 1 જૂલાઇના રોજ સવારે 7:00 વાગે થશે.મંદિરના મહંતે કહ્યું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ વર્ષે ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

જેને લઇ જગન્નાથ મંદિર (Jagnnath Temple) તરફી રથયાત્રાની મંજૂરી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ રથયાત્રામાં દેશભરમાંથી સાધુ સંતો જોડાશે.રથયાત્રાની વાત કરીએ તો 30 જુન ના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીનો અભિષેક કરવામાં આવશે. તેમજ રાત્રે 8 વાગ્યે નેત્રવિધી અને મામેરા દર્શન રાખવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ મહા પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.જે બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે.

Published On - 9:50 am, Thu, 9 June 22

Next Article