મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા

|

Jul 31, 2023 | 5:07 PM

રાજકોટની મારવાડી કોલેજમાં ગત એપ્રિલ માસમાં ગાંજો મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં શંકાસ્પદ હાલતમાં મળેલા છોડ નશાકારક ગાંજો હોવાનું સામે આવતા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા

Follow us on

મારવાડી કોલેજ (Marwadi College) ગાંજા કેસમાં પોલીસે ગુનો નોંધતા કોલેજમાં ચાલતા કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. એપ્રિલ માસમાં ગાંજો મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. જો કે આ કેસમાં પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. પોલીસે મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાનો છોડ મામલે કોઇ વ્યક્તિ નહિ પરંતુ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે તો પોલીસ કોને બચાવવા માંગે છે તે મોટો સવાલ છે.

ફરિયાદીને નુકસાન ન થાય તે માટે કોઇનું નામ લખ્યું નથી- એસીપી

આ તરફ એનડીપીએસનો મામલો હોવાથી આ ઘટનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીનું કહેવું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ હવે હોસ્ટેલની નજીક ગાંજો કઇ રીતે આવ્યો તેની તપાસ હાથ ધરાશે.

આ ઘટનામાં બગીચાના માળી, તે વિંગમાં રહેતા વિધાર્થી, સિક્યુરીટી ગાર્ડ, વોર્ડ મેન સહિતના લોકોની પુછપરછ કરવામાં આવશે અને કોના દ્રારા આ જથ્થો મુકવામાં આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરાશે. પોલીસે આ ફરિયાદમાં કોઇ એક વ્યક્તિની જવાબદારી ન રાખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે જે શઁકાના દાયરામાં છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સામાન્ય રીતે કોઇ ગેરકાનુની પ્રવૃતિ ચાલતી હોય તો તે મિલ્કતના સંચાલક અથવા તો જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાંજાના 24 જેટલા છોડ મળ્યા હોવા છતા પણ મારવાડી કોલેજના સંચાલક કે સિક્યુરિટી સામે ગુનો નોંધાયો નથી આ અંગે પોલીસને પુછતા તેઓએ લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ફરિયાદમાં નુકસાન ન થાય તે માટે કોઇ વ્યક્તિનું નામ લખ્યું નથી. પોલીસનો દાવો છે કે જો કોઇ વ્યક્તિનું નામ ફરિયાદમાં હોય અને તે પાછળથી કસુરવાર ન હોય તો ફરિયાદને નુકસાન થાય તેથી કોઇનું નામ લખવામાં આવ્યું નથી.

અમે તપાસમાં પુરો સહયોગ આપીશું- સંચાલકો

ફરિયાદ અંગે કોલેજના સંચાલકોએ દાવો કર્યો છે કે અમે પોલીસની તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું. આ ગાંજો ક્યાંથી આવ્યો તે અમારા માટે પણ પ્રશ્ન છે અમે કોલેજમાં માવા, સિગારેટ સહિત તમામ નશાકારક ચીજવસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે અમે અમારા કેમ્પસમાં પણ ચકાસણી કરી હતી. એટલું જ નહિ સિક્યુરીટી દ્રારા સમયાંતરે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મારવાડી કોલેજમાંથી મળેલા ગાંજાને લઇને મોટો ખુલાસો, FSL રિપોર્ટમાં મળેલા છોડ ગાંજાના જ નીકળ્યા, જુઓ Video

સાડા ત્રણ મહિનામાં SITની કામગીરી નહિવત

ગત એપ્રિલ માસમાં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પોલીસ કમિશનર દ્રારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઇટી દ્રારા અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા જો કે સાડા ત્રણ મહિનાની તપાસ બાદ પણ એસઆઇટી આ શંકાસ્પદ છોડ ક્યાંથી આવ્યા તે અંગે નક્કર કડી મેળવી શકી નથી તો સવાલ એ છે કે હવે પોલીસ આ શિક્ષણના ઘામમાં ગાંજાનું વાવેતર કરનારને પકડી શકશે ખરા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article