લોકડાયરાના કોઈ કલાકાર પર નહીં, આ વખતે થયો સૌરાષ્ટ્રના એક મંત્રી પર નોટોનો વરસાદ, જુઓ VIDEO

|

Feb 04, 2019 | 7:46 AM

સામાન્ય રીતે લોકડાયરામાં કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો હોય છે. લોકો આફરીન થઇને કલાકાર પર નોટો વરસાવતા હોય છે. પરંતુ રાજકોટમાં જામકંડોરણના લોક ડાયરામાં કંઇક અલગ જ જોવા મળ્યું. અહીં કલાકાર પર નહીં પણ કેબિનેટ પ્રધાન પર રૂપિયાનો વરસાદ થયો. જામકંડોરણામાં સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હતો. અનાવરણને લઇ કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું […]

લોકડાયરાના કોઈ કલાકાર પર નહીં, આ વખતે થયો સૌરાષ્ટ્રના એક મંત્રી પર નોટોનો વરસાદ, જુઓ VIDEO

Follow us on

સામાન્ય રીતે લોકડાયરામાં કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો હોય છે. લોકો આફરીન થઇને કલાકાર પર નોટો વરસાવતા હોય છે. પરંતુ રાજકોટમાં જામકંડોરણના લોક ડાયરામાં કંઇક અલગ જ જોવા મળ્યું.

અહીં કલાકાર પર નહીં પણ કેબિનેટ પ્રધાન પર રૂપિયાનો વરસાદ થયો. જામકંડોરણામાં સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હતો. અનાવરણને લઇ કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં કેબિટેન પ્રધાન જયેશ રાદડિયા અને તેમના ભાઇ લલિત રાદડિયા ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં લોકોએ જયેશ રાદડિયા પર નોટો વરસાવી હતી. લોકોએ આફરીન થઇ જયેશ રાદડિયા અને તેમના ભાઇ લલિત રાદડીયા પર નોટોનો વરસાદ કર્યો હતો. જયેશ રાદડિયાએ આ રૂપિયા ગૌશાળાના લાભાર્થે ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. મહત્ત્વનું છે કે થોડા સમય પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો પણ આ જ પ્રકારનો, લોકડાયરાનો વીડિયો વાયરલ થયો હતો.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જુઓ VIDEO: 

 કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ
જામકંડોરણા ખાતે યોજાયેલા ડાયરામાં રાદડિયા પર ઉડી નોટો
સરદાર પટેલની પ્રતિમાના અનાવરણમાં યોજાયો હતો ડાયરો
કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાનું હતું આયોજન
ડાયરામાં જયેશ રાદડિયા અને લલિત રાદડીયા રહ્યાં હતા ઉપસ્થિત
ડાયરામાં લોકોએ જયેશ રાદડિયા પર કર્યો નોટોનો વરસાદ

[yop_poll id=1064]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube chan”]

Next Article