રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક, જયેશ રાદડિયાએ કહ્યું, આ સમાજની બેઠક છે રાજકીય ચર્ચા નહીં થાય, નરેશ પટેલનો રાજકારણમાં જોડાવાનો નિર્ણય વ્યક્તિગત છે

|

Mar 19, 2022 | 12:32 PM

આજની બેઠકમાં લેઉવા પાટીદાર સમાજના દ્વારકા, નાથદ્રાર, મથુરા અને હરિદ્રારના ભવનના હિસાબોની ચર્ચા થશે. ઉપરાંત આગામી સમાજલક્ષી વિકાસકામોની ચર્ચા કરાશે. જોકે તેમ પણ કહ્યું કે મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ સમાજના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક, જયેશ રાદડિયાએ કહ્યું, આ સમાજની બેઠક છે રાજકીય ચર્ચા નહીં થાય, નરેશ પટેલનો રાજકારણમાં જોડાવાનો નિર્ણય વ્યક્તિગત છે
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક, જયેશ રાદડિયાએ કહ્યું, આ સમાજની બેઠક છે

Follow us on

લેઉવા પાટીદાર (Patidar) સમાજની આજે રાજકોટ (Rajkot) માં બેઠક (meeting) મળી રહી છે. લેઉવા પાટીદાર સમાજની બેઠકને લઇને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Jayesh Radadia) એ મહત્ત્વનું નેવેદ કર્યું છે કે આજની બેઠકમાં માત્ર સમાજલક્ષી ચર્ચા થશે. આજની બેઠકમાં કોઇ જ રાજકીય ચર્ચાઓ નહિ થાય. નરેશ પટેલ (Naresh Patel) ના રાજકારણ (politics)માં જોડાવા અંગેનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે. આજની બેઠકમાં લેઉવા પાટીદાર સમાજના દ્વારકા, નાથદ્રાર, મથુરા અને હરિદ્રારના ભવનના હિસાબોની ચર્ચા થશે. ઉપરાંત આગામી સમાજલક્ષી વિકાસકામોની ચર્ચા કરાશે.

રાજકોટમાં આજે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના સંકેત વચ્ચે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની મહત્વની બેઠક આયોજિત થઈ રહી છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન થયુ છે.વિધાનસભા ચૂંટણીનુ વર્ષ સાથે સાથે બે વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે.જેથી સૌની નજર આ બેઠક પર રહેલી છે. આ બેઠકમાં ખોડલદામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સામેલ થશે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકો નજર લગાવીને બેઠકમાં છે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય ચર્ચા નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.

લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા, નાથદ્વારા સહિત યાત્રાધામના ચાલતા સમાજના પ્રમુખ જયેશ રાદડિયા છે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે એની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે. સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને લઇ નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબજ મહત્ત્વની ગણાય છે.

41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો

ઉલ્લેખનીય છે કે છેલ્લા 127 દિવસથી ખોડલધામ નરેશ એક જ રાગ આલાપી રહ્યા છે કે રાજકારણમાં પ્રવેશ લેવો એ મારો સમાજ નક્કી કરશે. સમાજ કહેશે એમ કરીશ. આજે સમાજને મોભીઓ એક સાથે એકઠા થઈ રહ્યા છે ત્યારે તે તેઓની સાથે ચર્ચા કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચોઃ Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Gir Somnath: કેસર કેરીના ચાહકો માટે માઠા સમાચાર, આ વર્ષે બમણા રુપિયા ચુકવી માણવો પડશે કેસર કેરીનો સ્વાદ

Published On - 12:29 pm, Sat, 19 March 22

Next Article