RAJKOT : ધોરાજીના તોરણીયામાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ

| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:22 PM

તોરણીયા અને કેરાળા ગામની વચ્ચે આવેલી ઉબેડ નદીના ચેકડેમમાંથી દુષિત પાણી આવવાની સમસ્યાને કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.

RAJKOT : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તોરણીયા અને કેરાળા ગામની વચ્ચે આવેલી ઉબેડ નદીના ચેકડેમમાંથી દુષિત પાણી આવવાની સમસ્યાને કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે જેતપુરની ડાઈંગ ફેકટરીઓમાંથી કેમિકલવાળું દુષિત પાણી ચેકડેમમાં છોડવામાં આવી રહ્યું છે. ચેકડેમમાં આવતા કેમિકલ યુક્ત પાણીથી પાકને નુકસાન થાય છે. આ સમગ્ર મામલે જો ઉકેલ નહિ આવે તો તોરણીયા ગામના ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

જેતપુરની ડાઈંગ મિલો દ્વારા બેરોકટોક રીતે ચેકડેમમાં દુષિત પાણી ઠાલવવામાં આવે છે. આવા પાણીનો સિચાઈમાં ઉપયોગ કરવાથી ખેડૂતોના પાક તેમજ જમીનને નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતો કહી રહ્યાં છે કે આ ચેકડેમમાં મોટા પ્રમાણમાં કેમિકલ અને સીલીકેટ વાળું પાણી આવી રહ્યું છે કે ખેડૂતો આ પાણીને સિંચાઈમાં ઉપયોગમાં લેતા પર વિચાર કરવો પડે એમ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેકવારની રજૂઆત છતાં જેતપુરના લોકો અહી કેમિકલ અને સીલીકેટ વાળું પાણી નાખી જાય છે.

આ પણ વાંચો : VADODARA : આવાસ યોજના ડ્રો કૌભાંડના આરોપીઓને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યા

Published on: Aug 16, 2021 04:20 PM