રાજકોટમા ક્રિકેટ રમી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, યુવાનની અણધારી વિદાયથી પરીવાર પર શોકની કાલીમા છવાઈ, જુઓ VIDEO

|

Feb 16, 2023 | 9:32 AM

ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યું હતું. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી.

રાજકોટમા ક્રિકેટ રમી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, યુવાનની અણધારી વિદાયથી પરીવાર પર શોકની કાલીમા છવાઈ, જુઓ VIDEO
રાજકોટમાં યુવકને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટ એટેક

Follow us on

રાજકોટમાં હૃદયરોગથી થતા મોતનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. ડીસામા રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા. વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા.

આ પણ વાંચો : Gujarati video: સિંગતેલના ભાવમાં ભડકો, બે દિવસમાં જ ડબ્બામાં રૂપિયા 150નો વધારો

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યું હતું. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ભરત બારૈયાના ભાણેજનું રિસેપ્શન હતું. પરંતુ મામાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.

બનાવની જાણ થતાં જ ભરતની પત્ની, સાસુ સહિતનાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. હોસ્પિટલમાં ભરતના મૃતદેહને ગળે વળગાડીને મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું. હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી.

 

થોડા દિવસો અગાઉ પણ રાજકોટમાં એક સાથે બે રમતવીરોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાની ઘટના બની હતી. રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવતા તેની જિંદગીની ઇનિંગ પૂરી થઇ ગઇ હતી. રવિ વેગડા નામનો યુવક રેસકોર્સમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવ્યો હતો, પરંતુ ક્રિકેટ રમતી વખતે તેને અચાનક હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવકના મોતને કારણે પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ છવાયો હતો.

આ અગાઉ પણ રાજકોટમાં જ એક રમતવીરનું પણ હાર્ટ એટેકેથી મોત થયુ હતું. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાનો એક યુવક ફુટ બોલ રમી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ એેટેક આવ્યો હતો. જે પછી 21 વર્ષના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતું.

Next Article