રાજકોટમાં સંત કબીર રોડ પરથી ટુવ્હીલર પર સવાર થઈ પસાર થઈ રહેલા પિતા પુત્રની એક નાનકડી ચૂક અને બંને જિંદગીઓ મોતને ભેટી. આ ચૂક કહો કે દુર્ઘટના જેના કારણે સર્જાઈ તેનુ કારણ હતુ રોડ પરનો ખાડો. તંત્રની બેદરકારીના પાપે આ જે બે જિંદગીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પિતા પુત્ર ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા અને એક વ્યક્તિ સામેથી આવી રહ્યો હતો. આ સમયે સામેવાળો વ્યક્તિ સામેથી ન હટકા બાઈક ખાડામાં ગયુ અને પિતાપુત્રનુ બેલેન્સ ગયુ બંને રોડ પર પટકાયા. આ દરમિયાન ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાંથી ટ્રક પસાર થયો અને પિતાપુત્ર ટ્રકની નીચે આવી ગયા અને ઘટનાસ્થળે જ તેમનુ મોત નિપજ્યુ.
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા. માહિતી મળતા પોલીસ પણ આવી પહોંચી. મૃતક શૈલેષ પરમાર ચેઈન કટિંગ કરી મજૂરી કામ કરતા હતા. જ્યારે તેમના પુત્ર અજડય સુરત એલએનટીમાં નોકરી કરતો હતો. પિતરાઈના લગ્ન હોવાના કારણે પુત્ર સુરતથી રાજકોટ આવ્યો હતો. જો કે એક ખાડાને કારણે બંને પિતા-પુત્રનુ મોત થયુ. હાલ પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે. હવે લોકો અપીલ કરી રહ્યા છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ.
રાજકોટમાં રસ્તા પરના ખાડા એ માત્ર આ એક રોડની હકીકત નથી. જુના માર્કેટિંગ યાર્ડના સર્વિસ રોડ પર પણ આ જ પ્રકારના ખાડા જોવા મળે છે. છતા તંત્રને આ ખાડા પુરવાની કોઈ પડી નથી. લોકો જીવે કે મરે પરંતુ તંત્રને તેની કંઈ પડી નથી.
આ પણ વાંચો: અમરેલી: રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં મચી ગઈ દોડધામ- વીડિયો
આ તરફ આજીડેમ ચોકડીથી કોઠારિયા તરફ જવાનો રસ્તો પણ બિસ્માર છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીંથી રોજના અનેક હેવી વાહનો પસાર થાય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. સરકાર ટ્રાન્સપોર્ટરો માટે નવા નિયમો બનાવી રોડ પરના અકસ્માત અટકાવવાના પ્રયાસ તો કરે છે. પરંતુ રોડ પરના ખાડા બાબતે કેમ ગંભીર થતી નથી. ખાડાઓને કારણે સર્જાતા અકસ્માત અને થતા મોત માટે તંત્ર સામે કેમ કાર્યવાહી નથી થતી?
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો