આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા, 5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું

|

Mar 23, 2022 | 4:26 PM

આત્મહત્યાના વધતા કેસો અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાાનિક ભવનના વડા ડો.યોગેશ જોક્શનના કહેવા પ્રમાણે આત્મહત્યાના જે કિસ્સાઓ બની રહ્યા છે તેમાં મોટાભાગનામાં પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ અને આર્થિક સંકળામણ જોવા મળે છે.

આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા, 5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું
Symbolic image

Follow us on

રાજકોટ (Rajkot) શહેરને આમ તો રંગીલું રાજકોટ કહેવામાં આવે છે પરંતુ આ જ રાજકોટનો રંગ હવે ફિક્કો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં થોડાં સમયથી આત્મહત્યા (suicide) ના કિસ્સાઓ વધી રહ્યા છે જે ખુબ જ ચિંતાનજક છે. રાજકોટના સત્તાવાર આંક પ્રમાણે શહેરમાં છેલ્લા અઢી માસમાં 100થી વધારે લોકો (people)એ આત્મહત્યા કરી લીધી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આત્મહત્યાનો આંક 2104 પર પહોંચ્યો છે. લોકો ઘર કંકાસ, આર્થિક સંકળામણ, પ્રેમ પ્રકરણ અને પારિવારીક (Family Dispute) ઝઘડાને કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 7 દિવસમાં જ 12થી વધુ લોકોએ આત્મહત્યા કરી.

આત્મહત્યાના વધતા કેસો અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાાનિક ભવનના વડા ડો.યોગેશ જોક્શનના કહેવા પ્રમાણે આત્મહત્યાના જે કિસ્સાઓ બની રહ્યા છે તેમાં પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ અને આર્થિક સંકળામણ મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળે છે આ ઉપરાંત બ્લેકમેલીંગ, કામનું ભારણ કોઇ વ્યક્તિનો ત્રાસ જેવા કિસ્સાઓ પણ બનતા જોવા મળી રહ્યા છે.લોકોની સહનશક્તિ ખુટી છે અને તેના જ કારણે આવા કિસ્સાઓ વધી રહ્યા છે.

રાજકોટના હાઇપ્રોફાઇલ સ્યુસાઇડ
રાજકોટમાં તાજેતરમાં મહેન્દ્ર ફળદુએ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી લીધી હતી
રાજકોટની એક હોટેલમાં જેમિશ નામના પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી
રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનીયર પરેશ જોશીએ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી
શહેરના પોશ વિસ્તારમાં ગોપાલ ચાવડા નામના વેપારીએ પત્નિ સાથે આર્થિક સંકળામણમાં આત્મહત્યા કરી
કાગદડીના મહંતે માનસિક ત્રાસથી પિડાતા હોવાથી આબરુ જવાના ડરે આત્મહત્યા કરી લીધી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

વર્ષ પ્રમાણે આત્મહત્યાના આંકડા

  • વર્ષ          આત્મહત્યા કરનાર
  • 2016          408
  • 2017          434
  • 2018         438
  • 2019         403
  • 2020        421

આ પણ વાંચોઃ Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર

આ પણ વાંચોઃ Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી

Published On - 4:25 pm, Wed, 23 March 22

Next Article