ગુજરાતને આજે પણ ઘમરોળી શકે છે મેઘો, જાણો તમારા શહેરમાં વરસાદના કેવા છે એંધાણ

|

Sep 12, 2022 | 6:40 AM

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે.

ગુજરાતને આજે પણ ઘમરોળી શકે છે મેઘો, જાણો તમારા શહેરમાં વરસાદના કેવા છે એંધાણ
Heavy rain in amreli

Follow us on

રાજ્યમાં (Gujarat) આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.આજે અને આવતીકાલે વરસાદનું જોર વધવાની શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, (navsari) ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.તો સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના સેવાઈ રહી છે.

અમદાવાદમાં આજે પણ વરસાદી માહોલ રહેશે

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 12 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ ભારે વરસાદ થશે. તો આણંદમાં (Anand)પણ વરસાદ થવાની શક્યતા છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે.તો વરસાદ થવાની શક્યતા ઓછી છે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવા વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે, તેમજ વરસાદ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મધ્ય ગુજરાતના આ શહેરોમાં મેઘરાજા મહેરબાન

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 29 રહેશે.તો મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવો વરસાદ થશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યા હળવા વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે.જયારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે,તેમજ હળવા વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના નથી. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે .તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તો વરસાદ થવાની કોઈ સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

 

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

 

Next Article