ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં આનંદ

|

Jun 27, 2022 | 8:35 AM

ગઈકાલે રાજ્યના(Gujarat)  40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.જેમાં સૌથી વધુ સુરતના(Surat)  ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં આનંદ
File Photo

Follow us on

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.ગઈકાલે રાજ્યના(Gujarat)  40 તાલુકામાં1થી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.જેમાં સૌથી વધુ સુરતના(Surat)  ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ(rainfall)  નોંધાયા, તો વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ,તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ,દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ,રાજકોટ(rajkot)  શહેરમાં 1 ઇંચ વરસાદ અને બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

અમદાવાદમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ

ભારે વિલંબ કરાવ્યા બાદ આખરે અમદાવાદમાં(Ahmedabad)  પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી.ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. તો આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વડોદરા (Vadodara) અને રાજકોટમાં પણ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લામાં વીજળી પણ પડી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રાજકોટના પડધરી અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો પંચમહાલના ગોધરામાં ઝાડ પર વીજળી પડી હતી જેના કારણે ઝાડમાં આગ લાગી ગઈ હતી..તો આ તરફ સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડીમાં ચક્રવાત સર્જાયું હતું જે દ્રશ્યોને પણ સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા.

Next Article