રાજકોટ (Rajkot) ના જામનગર (Jamnagar) રોડ પર આવેલા પરાપીપળિયા નજીક ગુજરાત (Gujarat) ની પ્રથમ એઇમ્સ (Aims) બિલ્ડીંગનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. એઇમ્સ દ્રારા અહીં ઓપીડીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રાજકોટ એસટી વિેભાગ દ્રારા આજે રાજકોટ થી એઇમ્સ હોસ્પિટલ સુધી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે વાહન વ્યવહાર મંત્રી (Transport Minister)અરવિંદ રૈયાણીએ આ બસ સેવાને લીલીઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બસના લોકાર્પણ સમયે ઉપસ્થિત વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. અહીં એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઇ છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એઇમ્સમાં જવા માટે આ બસ સેવા આર્શિવાદરૂપ સાબિત થશે. દિવસમાં પાંચ વખત રાઉન્ડ ટ્રિપ શરૂ કરવામાં આવી છે. જોકે આ પ્રાથમિક આયોજન છે. સમય જતાં જેમ જેમ જરૂરિયાત વધે તેમ તેમ ટ્રિપની સંખ્યામાં વધારો કરવાની સંભાવના છે.
રાજકોટ એસટી વિભાગ દ્રારા પાંચ રાઉન્ડ ટ્રીપ રાખવામાં આવી છે જેમાં દરરોજ એસટી વિભાગ દ્વારા એસટી બસ સ્ટેન્ડથી એઇમ્સ હોસ્પિટલ જશે જ્યારે એઇમ્સથી એસટીબસ સ્ટેન્ડ સુધી બસ દોડાવામાં આવશે.
બસ પોર્ટથી AIIMS હોસ્પિટલનો સમય
AIIMS હોસ્પીટલ થી બસ પોર્ટ જવા માટેનો સમય
રાજકોટ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રીપમાં ૧૬ રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોષાય તે રીતે ભાડુ નક્કી કરાયું છે.રાજકોટથી જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ ખાતેની એઇમ્સ હોસ્પિટલ અંદાજિત 20 કિલોમીટર જેટલુ અંતર થાય છે જે પેટે ૧૬ રૂપિયા ભાડુ નક્કી કરાયું છે.
આ પણ વાંચોઃ અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો