Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!

|

Jun 25, 2023 | 5:19 PM

જામનગરમાં તાજેતરમાં જ હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસો ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા છે.ત્યારે tv9ની ટીમે રાજકોટમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રિયાલિટી ચેક હાથ ધર્યું હતું.જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!

Follow us on

રાજકોટમાં અનેક આવાસ યોજનાઓ અતિ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને હજારો લોકો મોતના ભય હેઠળ જીવી રહ્યા છે. જો કે હવે જામનગરની ઘટના બાદ રાજકોટ મનપા જાગ્યું છે અને જર્જરીત આવાસો અંગે સર્વે પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલે આ અંગે મનપામાં અધિકારીઓની બેઠક પણ મળશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો 50 વર્ષ જૂના

Tv9ની ટીમ આનંદનગર ખાતે આવેલા હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે આ આવાસોના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.આનંદનગરના આવાસો 50 વર્ષ પહેલાં બનેલા છે અને તેની હાલત અતિજર્જરિત છે.આનંદનગર ક્વાર્ટરમાં 1 હજાર જેટલા મકાનો અલગ અલગ વિભાગમાં આવેલા છે.કેટલાક મકાનોમાં બહારની દિવસમાં મોટા વૃક્ષ પણ ઉગી ગયા છે.અનેક વખત મકાનોની છત પરથી પોપડા પડવાની ઘટનાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

“દરરોજ મોતનો ભય લાગે છે,મજબૂરીના કારણે અહીંયા રહેવું પડે છે” – સ્થાનિકો

અહીંયા રહેતા લોકોની હાલત અતિદયનીય છે.લોકોએ ટીવી9 પાસે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે લોકોને દરરોજ મોતનો ભય લાગે છે,અનેકવાર છતમાંથી પોપડા પડવાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયેલા છે.અહીંયા રહેતા લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનપા દ્વારા નોટિસ આપવા છતાં લોકો ક્યાંય જઈ નથી શકતા અને અહીંયા જ રહેવા મજબૂર છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આ પણ વાંચો : રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત, પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી

લોકોનું કહેવું છે કે માત્ર નોટિસ નહિ નવા આવાસો બનાવી આપવામાં આવે. લોકોએ આક્ષેપ કર્યો છે કે સરકાર નવા આવાસો તો બનાવે છે પરંતુ જૂના આવાસોમાં રહેતા લોકોની ચિંતા નથી કરી રહી.વહેલામાં વહેલી તકે નવા આવાસો બનાવવા અંગે સરકાર નિર્ણય લે તેવી માગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે સરકાર જામનગરની ઘટના પરથી શીખ લઈને લોકોની ચિંતા કરે છે કે પછી હજુ પણ જામનગર જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article