Rajkot : રાજકોટના કલાકારને PM મોદીએ ‘મન કી બાત’માં કર્યા યાદ, જાણો તે કલાકાર અને તેની અદભૂત કલાને, જુઓ Video

|

Jul 30, 2023 | 5:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશ સમક્ષ 103મી વાર મન કી બાત કરી હતી. મન કી બાતમાં તેઓ દેશના ખૂણે ખૂણામાં રહેલી કલા અને તેના કલાકારોનો પણ ઉલ્લેખ કરતાં હોય છે. ત્યારે આજે PM મોદીએ રાજકોટના કલાકારને યાદ કર્યા હતા. 

Rajkot : રાજકોટના કલાકારને PM મોદીએ મન કી બાતમાં કર્યા યાદ, જાણો તે કલાકાર અને તેની અદભૂત કલાને, જુઓ Video

Follow us on

અમુક કલા અને કલાકારો (Artists) એવા હોય છે જેમનાથી પહેલા તેમના વિસ્તારના પૂરા લોકો પણ નથી જાણતા હોતા તેમને મન કી બાતમાં પીએમના ઉલ્લેખ બાદ આખો દેશ તેમના વિશે જાણવા લાગે છે અને તેમને ઓળખવા લાગે છે. આવા જ એક રાજકોટનાં કલાકાર અને તેમની અદભૂત કલાને પીએમ મોદીએ આજે 103મી મન કી બાત દરમિયાન યાદ કર્યા અને તેમની અદભૂત કૃતિના આજે આખા દેશમાં વખાણ થઈ રહ્યા છે. જોઈએ કોણ હતા આ કલાકાર અને શું છે તેમની કલા.

પ્રભાતસિંહ બારહટ નામના ચિત્રકારે શિવાજી કી સવારીનું પ્રોસેસન પેઇન્ટિંગ બનાવ્યું

રાજકોટના સ્વ પ્રભાતસિંહ બારહટ નામના ચિત્રકાર હતા. જેમનું 2018માં 65 વર્ષની ઉંમરે બીમારીના કારણે અવસાન થયું હતું. તેઓ એક પ્રસંગ પર પ્રોસેસન પેઇન્ટિંગ બનાવી રહ્યા હતા. જે શિવાજીની સવારી પ્રસંગ પર હતું. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ તેમના રાજ્યાભિષેક બાદ તેમની સવારી સાથે તેમના કુળદેવી તુલજા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. જો કે આ પેઇન્ટિંગ પૂરું બની ન શક્યું એ પહેલા જ પ્રભાતસિંહનું 2018માં અવસાન થઈ ગયું.

ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં

20 વર્ષથી વધુ આ પેઇન્ટિંગ પર પ્રભાતસિંહે કામ કર્યું

સ્વ પ્રભાતસિંહના પત્નિ લીલાબેન આ પેઇન્ટિંગ વિશે જણાવે છે કે પ્રભાતસિંહે 1990માં આ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ આ પેઇન્ટિંગ સાથે લાગણીથી જોડાયેલા હતા. આ ચિત્રમાં શિવાજી પોતાના રાજ્યાભિષેક બાદ તેમના કુળદેવીના દર્શનાર્થે પોતાની સેના સાથે જઈ રહ્યા હતા તે પ્રસંગનું વર્ણન છે. તેઓ આ ચિત્ર સાથે એટલે લાગણીથી જોડાયેલા હતા કે તેઓએ અરવલ્લીની ગિરિમાળાઓમાં જ્યાંથી છત્રપતિ શિવાજીની સવારીનો પ્રસંગ થયો હતો તે સ્થળની 3 વખત મુલાકાત પણ લીધી હતી.

120 મીટર બન્યું હતું, 888 મીટર બનાવવાનો હતો લક્ષ્યાંક

સ્વ પ્રભાતસિંહના નાના ભાઈ ભગીરથભાઈ બારહટ Tv9 સાથેની વાતચીતમાં જણાવે છે શિવાજી કી સવારીના આખા પ્રસંગનો સમાવેશ થાય તેટલું ચિત્ર 888 મીટર લાંબુ બનાવવાનો પ્રભાતસિંહનો લક્ષ્યાંક હતો.આ ચિત્ર પ્રભાતસિંહનું અવસાન થયું એટલે કે 2018 સુધીમાં 120 મીટર જેટલું બન્યું છે. તેમનું સપનું હતું કે તેઓ વિશ્વનું સૌથી મોટું પ્રોસેસન પેઇન્ટિંગ બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવે. પરંતુ તે પૂરું થાય તે પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું.

આ પણ વાંચો : Rajkot: રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, સહકારી સંસ્થામાં દખલગીરી બદલ તાલુકા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી

તેમનું અવસાન થયું ત્યારે પરિવારને થયું કે તેમનું સપનું અધૂરું રહી ગયું.પરંતુ પીએમ મોદીએ આજે મન કી બાતમાં પ્રભાતસિંહ અને તેમના ચિત્રનો ઉલ્લેખ કરતાં પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.તેમના પત્નિ લીલાબેનએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે તેઓ જ્યાં પણ હશે ખૂબ જ ખુશ થતા હશે અને આજે તેઓ મારી સમક્ષ જ છે તેવું હું અનુભવી રહી છું. તેમને આશા છે કે આજે પીએમ મોદીએ ઉલ્લેખ કર્યા બાદ કોઈ યોગ્ય વ્યક્તિ તેમનું આ ચિત્ર પૂરું કરશે અને જ્યારે આ ચિત્ર પૂરું થશે ત્યારે તે વિશ્વનું સૌથી મોટું પ્રોસેસન પેઇન્ટિંગ બનશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:38 pm, Sun, 30 July 23

Next Article