ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ધુમ્મસ છવાયું, વાહન ચાલકો પરેશાન

|

Oct 02, 2021 | 10:28 AM

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ધુમ્મસ છવાયું છે. નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી છે.

ગુજરાતમાં(Gujarat)  સતત વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના પગલે ગોંડલ રાજકોટ(Gondal) નેશનલ હાઈવે પર ધુમ્મસ છવાયું છે. નેશનલ હાઈવે (National Highway) પર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી છે. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયો છે.

આ ઉપરાંત રાજકોટના જેતપુર પંથકમાં પૂરના પાણી ઓસરતા, નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે.દેરડીધાર નજીક ભાદર નદી પરનો બેઠો પૂલ પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. 2 દિવસ અગાઉ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને પૂરના પાણીએ આ પંથકમાં ભારે તારાજી સર્જી હતી.

પૂલમાં વ્યાપક ધોવાણ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.મહત્વપૂર્ણ છે કે 12 ગામોને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.સ્થાનિકોની ફરિયાદ છે પૂલ ઉંચો કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી.પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાને નથી સંભળાતી અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાતના આ ત્રણ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

આ પણ વાંચો : Ahmedabad: મહિલાઓમાં વધતાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન

Published On - 10:23 am, Sat, 2 October 21

Next Video