Rajkot : ધોરાજી પંથકમાં રસીકરણને લઇને નિરસતા, ભય અને અંધશ્રધ્ધાએ લોકોને ગેરમાર્ગે દોર્યા

|

Jun 12, 2021 | 8:03 PM

Dhoraji : લોકોમાં વેક્સિનેશનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે થઈને તંત્ર પણ મહેનત કરી રહ્યું છે. ધોરાજીના નાયબ કલેકટર ગૌતમ મિયાણીએ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહી અને વેક્સિન લેવા અપીલ કરી છે.

Rajkot : કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં રસીકરણ ( Corona Vaccination) ને લઈને ઘણી જાગૃતિ જોવા મળી રહે છે. પરંતુ રાજ્યના ઘણા એવા વિસ્તારો પણ છે જ્યાં લોકો રસીકરણને લઈને નિરસતા દર્શાવી રહ્યા છે. ધોરાજી (Dhoraji) પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણને લઈને નિરસતા જોવા મળી રહી છે.

ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીંના લોકો કોરોનાની રસી લેવામાં નિરસતા દાખવી રહ્યાં છે. આ પાછળ રસીને લઈને ખોટો ભય,અફવાઓ અને અંધશ્રધ્ધા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ ઘણા શહેરીજનો પણ રસીકરણને લઈને ખોટી માન્યતાઓમાં આવીને રસી મૂકાવાથી દૂર ભાગી રહ્યા છે.

લોકોમાં વેક્સિનેશનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે થઈને તંત્ર પણ મહેનત કરી રહ્યું છે. ધોરાજીના નાયબ કલેકટર ગૌતમ મિયાણીએ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહી અને વેક્સિન લેવા અપીલ કરી છે. ખાસ વાત તો એ છે કે યુવાનોની સંખ્યા પણ રસીકરણ કેન્દ્રોમાં ઓછી વર્તાઇ રહી છે. જેને લઈને ચોક્કસપણે કહી શકાય છે લોકો રસીકરણથી દૂર ભાગી રહ્યા છે. કોરોનાથી બચવા રસીકરણ એક માત્ર  ઉપાય છે, જેને સૌએ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ.

આ પણ વાંચો : Ahmedabad : પોંડિચેરીના યુવાને 30 હજાર કિ.મી.ની યાત્રા પૂર્ણ કર્યાનો દાવો, બેટી બચાવો-સ્વચ્છ ભારત અભિયાન અંગે જાગૃતિ ફેલાવી

Published On - 8:02 pm, Sat, 12 June 21

Next Video