Ahmedabad : પોંડિચેરીના યુવાને 30 હજાર કિ.મી.ની યાત્રા પૂર્ણ કર્યાનો દાવો, બેટી બચાવો-સ્વચ્છ ભારત અભિયાન અંગે જાગૃતિ ફેલાવી

Ahmedabad : આજની યુવા પેઢી દરેક યુવા કરતા કઈંક અલગ કરવાનું વિચારતી હોય છે. ત્યારે આવા જ એક વિચાર સાથે પોંડિચેરીના એક યુવાને બાઇક સાથે હજારો કિલોમીટરની યાત્રા કર્યાનો દાવો કર્યો છે.

Ahmedabad : પોંડિચેરીના યુવાને 30 હજાર કિ.મી.ની યાત્રા પૂર્ણ કર્યાનો દાવો, બેટી બચાવો-સ્વચ્છ ભારત અભિયાન અંગે જાગૃતિ ફેલાવી
પોંડિચેરીના યુવાનની બાઇકયાત્રા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 12, 2021 | 6:18 PM

Ahmedabad : આજની યુવા પેઢી દરેક યુવા કરતા કઈંક અલગ કરવાનું વિચારતી હોય છે. ત્યારે આવા જ એક વિચાર સાથે પોંડિચેરીના એક યુવાને બાઇક સાથે હજારો કિલોમીટરની યાત્રા કર્યાનો દાવો કર્યો છે. જે યુવાને તેની યાત્રા દરમિયાન બેટી બચાવો બેટી પઢાવો અને સ્વચ્છ ભારત ફિટ ઇન્ડિયા કોન્સેપ્ટને આગળ વધાર્યો.

આ છે પોંડિચેરીમાં રહેતો અને BBAમાં અભ્યાસ કરતો 20 વર્ષીય યુવાન ગુરેલા રેવન્થ સાઈ. 20 વર્ષીય યુવાને દાવો કર્યો છે કે તેણે 30 હજાર કિલોમીટરની બાઇક પર યાત્રા કરી છે. જે યાત્રા દરમિયાન તેણે બેટી બચાવો બેટી પઢાવો અને સ્વચ્છ ભારત ફિટ ઇન્ડિયા કોન્સેપ્ટને આગળ વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે.

20 વર્ષીય રેવન્થ કઈંક અલગ કરવાના વિચાર સાથે 10 ફેબ્રુઆરી 2020માં બાઇક સાથે પોંડિચેરીથી યાત્રા શરૂ કરી હતી. જેમાં તેણે 28 રાજ્ય અને 9 ટેરેટરી સીટી સહિત અંદમાન-નિકોબાર અને લક્ષદીપ ટાપુની યાત્રા કરવાનો ટાર્ગેટ નક્કી કર્યા. જે યાત્રાના કિલોમીટર અંદાજે 40 હજાર જેટલા થાય છે. જેમાં યુવાને દાવો કર્યો છે કે તેને 30 હજાર કિલોમીટરની યાત્રા કરી ચુક્યો છે. અને બાદમાં તે અમદાવાદ આવ્યો છે. જ્યાં તેણે કોરોનાના કારણે કાર્યક્રમની મંજૂરી નહિ મળતા તેણે 300 જરૂરતમંદ લોકોને ભોજન પણ પૂરું પાડ્યું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

યુવાને ટીવી 9 સાથે વાતચીતમાં જણાવ્યું કે તેણે પોંડિચેરીથી પોતાના બાઈક સાથે યાત્રા શરૂ કરી. 10 ફેબ્રુઆરી 2020માં તેણે પોતાની યાત્રા શરૂ કરી. જે યાત્રા તેણે ત્રણ મહિનામાં પુરી કરવાનું નક્કી કર્યું હતું. જોકે મણિપુર પહોંચતા ત્યાં કોવિડના કારણે લોકડાઉનના કારણે 7 મહિના સુધી યાત્રામાં બ્રેક પડ્યો. જે બાદ ઓક્ટોબરમાં ફરી તેણે પોતાની યાત્રા શરૂ કરી અને તે લદાખ પહોંચ્યો. જોકે ત્યાં તેનો અકસ્માત થવાથી 4 મહિના ફરી યાત્રામાં બ્રેક પડ્યો. અને બાદમાં તેણે ચાર મહિના બાદ યાત્રા શરૂ કરી. આમ આ રીતે ત્રણે 30 હજાર કિલોમીટરની યાત્રા પુરી કર્યાનો દાવો કર્યો છે.

યુવાનનું કહેવું હતું કે તે તેની યાત્રા દરમિયાન માત્ર યાત્રા નહિ પણ બેટી બચાવો બેટી પઢાવો અને સ્વચ્છ ભારત ફિટ ભારત કોન્સેપ્ટ લઈને નીકળ્યો. જેથી લોકોમાં તે બાબતે જાગૃતિ આવે અને લોકો તે દિશામાં આગળ વધે. તેમજ જ્યાં-જ્યાં તે યુવાન જતો હતો ત્યાં તેનું સન્માન પણ કરવામાં આવતું હતું.

યુવાનના ઘરમાં તે, તેની મોટી બહેન અને માતાપિતા છે. જેમાં પિતા પોંડિચેરીમાં શિક્ષણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જેમના સ્પોર્ટથી યુવાન તેની યાત્રા મુશ્કેલી છતાં પણ આગળ વધારી રહ્યો છે. રેવંથે હાલ સુધી 30 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે. તેમજ હજુ પણ 10 હજાર કિલોમીટરની યાત્રા કરવાની બાકી હોવાનું જણાવી જલ્દીથી તે પોતાની યાત્રા પુરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો તેમ થાય તો પોંડિચેરીનો યુવાન લોકો માટે એક ઉદાહરણ રૂપ બનશે તે નક્કી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">