Rajkot: 7 જુલાઈ રાજકોટ સ્થાપના દિન, રાજવીઓએ સ્થાપેલી વિરાસત હજુ અડીખમ, જાણો રાજકોટની અજાણી વાતો

|

Jul 07, 2023 | 2:33 PM

413 વર્ષ પહેલા 1610માં રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સહયોગી રાજુ સંધિએ (Raju sandhi) આજી નદીના કાંઠે ગામ સ્થાપ્યું હતુ. રાજુ સંધિના નામ પરથી જ શહેરનું નામ રાજકોટ રાખવામાં આવ્યું.

Rajkot: 7 જુલાઈ રાજકોટ સ્થાપના દિન, રાજવીઓએ સ્થાપેલી વિરાસત હજુ અડીખમ, જાણો રાજકોટની અજાણી વાતો

Follow us on

 Rajkot:  7 જુલાઈ એટલે રાજકોટનો સ્થાપના દિવસ (Foundation Day). 413 વર્ષ પહેલા 1610માં રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સહયોગી રાજુ સંધિએ (Raju sandhi) આજી નદીના કાંઠે ગામ સ્થાપ્યું હતુ. રાજુ સંધિના નામ પરથી જ શહેરનું નામ રાજકોટ રાખવામાં આવ્યું. શરૂઆતના વર્ષોમાં રાજકોટ ગામ અત્યારના કોઠારીયાનું નાકુ, રૈયા નાકું, બેડી નાકું અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈએ વસાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-રાજકોટના જીવદયાપ્રેમીએ કરી પાકિસ્તાનના ગદર્ભોની ચિંતા, પાકિસ્તાન સરકારને ગદર્ભ-શ્વાન ચીનને નિકાસ ન કરવા કરી રજૂઆત

મુગલવંશનું શાસન આવતા રાજકોટનું નામ માસુમાબાદ થયું હતું

સમય વીતતા મોગલોનું રાજ ભારતમાં ફેલાયું હતું. વર્ષ 1776માં જૂનાગઢ રાજ્યના નાયબ ફોજદાર માસુમખાને સરધાર પર કબ્જો કરી રાજકોટમાં મથક સ્થાપીને રાજકોટનું નામ બદલીને માસૂમાબાદ કરી નાખ્યું. સમય વીતતા દેશમાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવાર મળ્યો અને ફરી રાજકોટ નામ થયું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજવીઓએ બનાવેલી સ્કૂલો અને કોલેજો હજુ અડીખમ

રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લૉ કોલેજ, રાજકુમાર કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કૂલ, બાવાજીરાજ સ્કૂલ, લાખાજીરાજ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. દુષ્કાળનો સામનો કરવા પ્રજાને રોજગાર મળે તે માટે રાજવીઓ દ્વારા પેલેસ રોડ પર રણજીત વિલાસ પેલેસ સ્થાપવામાં આવ્યો હતો.

ગાંધીજીના પિતા રાજકોટ રાજવીના દીવાન હતા

બહું ઓછા લોકો જાણે છે કે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી બાવાજીરાજના દિવાન હતા. આ સંબંધના લીધે તે સમયના રાજવી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત કરવા માટે રાજકોટનું રાજપાટ કરમચંદ ગાંધીજીને સોંપી દીધેલું હતું. રાજાશાહીના સમયે ટ્રેન સેવા શરૂ કરવા માટે રાજવીઓએ પણ મોટું દાન પણ આપ્યું હતું.

સૂક્ષ્મ,લઘુ અને મઘ્યમ ઉદ્યોગોમાં રાજકોટ દેશમાં અગ્રેસર

1 મે 1960ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળ્યું અને વર્તમાન સમય સુધી સતત વિકાસ કર્યો છે. 1938માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ. 1942માં પહેલી કાપડ મિલ ચાલુ થઈ. 1952માં એશિયાનો પહેલો ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગર વિસ્તારમાં ચાલુ થયો. અત્યારે રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રે રાજકોટ દેશ અને વિશ્વમાં અગ્રેસર છે.

ગાંધીજીના નિવાસ સહિત અનેક ઐતિહાસિક વિરાસતો

રાજકોટમાં મહાત્મા ગાંધીજીનુ નિવાસસ્થાન કસ્તુર બા ગાંધીનો ડેલો, ગાંધી બાપુએ 7 વર્ષ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલ (હાલમાં જે મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે), રિજનલ સાયન્સ સેન્ટર, ઉપલેટા નજીક આવેલો ઓસમ ડુંગર, ખંભાલીડાની ગુફાઓ, ઘેલા સોમનાથ, મિનળવાવ,વીરપુર જેવા દર્શનીય અને રમણીય સ્થળ આવેલા છે.

શૈક્ષણિક ક્ષેત્રે અવ્વલ રાજકોટ

રાજકોટ શૈક્ષણિક ક્ષેત્રે પણ અગ્રેસર છે. વિદેશના અને NIR વિદ્યાર્થીઓ પણ હાલ રાજકોટમાં અભ્યાસ કરે છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ રાજકોટમાં અનેક ખાનગી અને સરકારી સ્તરે એઈમ્સ જેવી ઉચ્ચ દરજ્જાની સંસ્થાઓ કાર્યરત છે. જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.

સૌરાષ્ટ્રને મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ

હવાઇ ક્ષેત્રે રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી છે જ, હવે તેની સાથે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપવા માટે હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નિર્માણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં લોકર્પિત થવાનું છે. જે શરૂ થતાં આંતરરાષ્ટ્રીય મુસાફરીનો સીધો લાભ રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને મળશે અને દુનિયાના કોઈ પણ સ્થળે સરળતાથી જઈ શકાશે.

રાજકોટની જેમ્સ અને જ્વેલરી વિશ્વભરમાં લોકપ્રિય

જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં પણ રાજકોટએ દેશમાં અગ્ર સ્થાન મેળવ્યું છે.રાજકોટના સોના, ચાંદી અને ઇમિટેશન જ્વેલરી દેશ અને દુનિયામાં અને ખાસ કરીને બોલીવુડમાં પણ લોકપ્રિય છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article