Rajkot: જન્માષ્ટમીનો મેળો થશે મોંઘો, રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો, મેળાને ‘રસરંગ’ નામ અપાયું

|

Jul 01, 2023 | 9:04 AM

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મેળા અંગે બનાવવામાં આવેલા બ્લુ પ્રિન્ટમાં નાના સ્ટોલથી લઇને ખાણીપીણી, રાઇડ્સ, રમકડાંના સ્ટોલના પ્લોટના ભાવમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.

Rajkot: જન્માષ્ટમીનો મેળો થશે મોંઘો, રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો, મેળાને રસરંગ નામ અપાયું
Janmashtami fair

Follow us on

Rajkot: જન્માષ્ટમીના પર્વ પર રાજકોટના (Rajkot) રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મેળા સમિતીની બેઠક મળી હતી. જેમાં મેળાના નામ માટે આવેલા 265 નામો પૈકી રસરંગ નામ આપવામાં આવ્યું છે. આ મેળો રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં 5 સપ્ટેમ્બરથી પાંચ દિવસ માટે યોજાશે. જેમાં પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ માણશે. આ મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે.

મેળામાં આ વખતે મોંઘવારીનો માર

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મેળા અંગે બનાવવામાં આવેલા બ્લુ પ્રિન્ટમાં નાના સ્ટોલથી લઇને ખાણીપીણી, રાઇડ્સ, રમકડાંના સ્ટોલ મળીને કુલ 355 પ્લોટ્સ રાખવામાં આવ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે પ્લોટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે જિલ્લા કલેક્ટર દ્વારા રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. જે રાઇડ્સના 20 રૂપિયા વસૂલવામાં આવતા હતા તે રાઇડ્સના 30 રૂપિયા અને 30 રૂપિયા જે રાઇડ્સના નક્કી કરવામાં આવ્યા હતા તેના 40 રૂપિયા વસૂલવામાં આવશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકમેળાને લઇને ખાસ નકશો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Monsoon 2023: અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

લોકમેળાના નામ માટે 265 અરજીઓ આવી હતી

રાજકોટના લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને કયું નામ આપવું તે અંગે લોકો પાસે નામ મંગાવવામાં આવ્યા હતા. જેમાં 265 જેટલા લોકોએ લોકમેળાના અલગ અલગ નામ વહીવટી તંત્રને મોકલી આપ્યા હતા. જેમાંથી વહિવટી તંત્રએ રાજકોટના વિપુલભાઇ નામના નાગરિકે મોકલેલા નામને પસંદ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ નાગરિકનું સન્માન કરવામાં આવશે.

પ્લોટ ફાળવણીની તારીખો જાહેર કરાઇ

રાજકોટના લોકમેળાના પ્લોટ માટેના ફોર્મની કિંમત 200 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોર્મ 3 થી 14 જુલાઇ સુધી જૂની કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર પ્રાંત 1ની કચેરી ખાતે આ ઉપરાંત તોરલ બિલ્ડીંગ ઇન્ડિયન બેંકમાંથી મળશે અને ત્યાં જ સ્વીકારવામાં આવશે. યાંત્રિક રાઇડ્સ પ્લોટ્સ અને સ્ટોલની હરાજી 24 થી 28 જુલાઇ દરમિયાન પ્રાંત અધિકારી 1 ની કચેરી, જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article