રાજકોટ (Rajkot) જિલ્લા દૂધ સહકારી સંઘ એટલે કે રાજકોટ ડેરીને (Dairy) ઇન્કમ ટેક્સ વિભાગે (IT) 173 કરોડના રોકડ વ્યવહારો અંગે નોટિસ (Notice) ફટકારી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2018-19માં ડેરીમાં રજાના દિવસોમાં થયેલા 173 કરોડના રોકડ વ્યવહારોને લઇને ખુલાસો પૂછવામાં આવ્યો છે.રાજકોટ ડેરીને નોટિસ મળતા ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને રજૂઆત કરી હતી. અને આ અંગે માર્ગદર્શન લીધું હતું. ડેરીના ચેરમેને ઇન્કમટેક્સ વિભાગની નોટિસ અંગે અપીલમાં જવાની વાત કરી છે.
વર્ષ 2018-19માં રજાના દિવસોમાં 103 કરોડનો રોકડ વ્યવહાર થયો છે-ડેરીના ચેરમેન
આ અંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ કહ્યું હતું કે વર્ષ 2018-19ના નાણાંકીય વ્યવહારોને લઇને આ નોટિસ આપવામાં આવી છે.રજાના દિવસોમાં કરાયેલા રોકડ વ્યવહારો અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે. જોકે વર્ષ 2018-19માં રજાના દિવસોમાં 103 કરોડ જેટલો રોકડ વ્યવહાર થયો છે. બેંક બંધ હોવાને કારણે આ વ્યવહાર રોકડમાં થયા છે જેનો તમામ હિસાબ ડેરી પાસે છે. ડેરી દ્વારા આ અંગે અપીલમાં કરવામાં આવશે. અને તમામ વ્યવહારના હિસાબો આપવામાં આવશે.
આઠ મહિનાથી રોકડ વ્યવહારો બંધ કર્યા છે-ધામેલિયા
વધુમાં ગોરધન ધામેલિયાએ કહ્યું હતું કે છેલ્લા ડેરીના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડેરીના તમામ વ્યવહારો રોકડમાં સંભાળ્યા છે.રોકડમાં વ્યવહાર સંભાળવાને કારણે ઘણી વખત ડિલરો સાથે ઘર્ષણ પણ થયા છે. પરંતુ પારદર્શક વહિવટ થાય તે માટે બેંક મારફતે જ ડેરીનો વહીવટ થઇ રહ્યો છે.
નોટબંધી બાદના વહીવટીથી શંકા
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટબંધી અને તે પછીના થોડા સમયમાં થયેલા નાણાંકીય વ્યવહારો પર બાજ નજર રાખવામાં આવી છે. ત્યારે વર્ષ 2018-19માં 100 કરોડથી વધારેના રોકડ વ્યવહાર શંકા ઉપજાવે તેવા છે જેને લઇને ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :JUNAGADH : માળીયા હાટીનાના આઠ ગામોને જોડતા રસ્તાની હાલત બિસ્માર, ગામના સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
Published On - 6:15 pm, Fri, 8 April 22