RMCએ આ વ્યવસ્થા ન કરી તો રાજકોટમાં ઉભું થઇ શકે છે જળસંકટ

|

Aug 21, 2021 | 1:08 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી છે. તેની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમો તળિયા ઝાટક જોવા મળ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા જગતનો તાત દુ:ખી છે. તેની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ રહી છે. રાજકોટને પાણી પુરૂ પાડતા ડેમો તળિયા ઝાટક જોવા મળ્યા છે. રાજકોટના આજી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે.રાજકોટના આજી 1 ડેમની કુલ સપાટી 29 ફૂટ છે જે હાલમાં 15 ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા 27 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે.

સૌની યોજના પર રાખવો પડશે આધાર

રાજકોટમાં વરસાદ ખેંચાતા હવે નર્મદા નીર પર આધાર રાખવો પડશે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાના શાશકો અને અધિકારીઓ દ્વારા સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરી છે.રાજ્ય સરકારને સૌની યોજના થકી પાણી પુરૂ પાડવાની માંગ કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા આ અંગે જન્માષ્ટમી સુધી સૌની યોજનાનું પાણી આપવાની બાહેંધરી આપી છે.

ભાદરમાં અઢી ફૂટ પાણી આવતા આશા બંધાઇ

ગોંડલ પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ છે. શુક્રવારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી ભાદર 1 ડેમમાં અઢી ફૂટ પાણી આવ્યું છે.ભાદર 1 ડેમ રાજકોટ,જેતપૂર,ગોંડલને પાણી પુરૂં પાડે છે.

સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ.
હવામાન વિભાગે આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે જેના કારણે ખેડૂતો અને લોકોને સારા વરસાદની આશા બંધાઇ છે.

Next Video