સૌરાષ્ટ્રમાં મરચાંના ભાવમાં જંગી વધારો, ગોંડલ યાર્ડમાં 20 કિલો મરચાનાં 4000થી 5000 બોલાયા ભાવ

|

Feb 11, 2023 | 6:28 PM

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલિયા મરચાની જંગી આવક થઈ રહી છે. જો કે ગત વર્ષ કરતા મરચાંના ભાવમાં પણ જંગી વધારો થતા આ મરચાની તીખાશ હવે લોકોને દજાડી શકે છે. યાર્ડમાં 20 કિલો મરચાના 4000 થી 5000 ભાવ બોલાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં મરચાંના ભાવમાં જંગી વધારો, ગોંડલ યાર્ડમાં 20 કિલો મરચાનાં 4000થી 5000 બોલાયા ભાવ

Follow us on

હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની મબલખ આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલિયા મરચાંની માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000 થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

સમગ્ર ગુજરાતમાં ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાંની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં જંગી વધારો થયો છે.

આ વર્ષે 20 કિલો મરચાના 4000થી 5000 રૂપિયા ભાવ

એક મણે આશરે 1500 થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો ભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે. ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2500 થી 3000 રૂપિયા સુધી મળતા હતા. જ્યારે આ વર્ષે 20 કિલો મરચાંના 4000 થી 5000 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ વખતે મરચાંના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે. તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે. જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: ગોંડલના વેરી તળાવમાં 50થી વધુ વિદેશી પક્ષીઓનો જામ્યો છે મેળો

ગોંડલ યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. ગોંડલમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ મરચાંની ખરીદી કરવા માટે આવતા હોય છે.

ઈનપુટ ક્રેડિટ- દેવાંગ ભોજાણી- ગોંડલ

Next Article