Rajkot : કર્ફયૂ-આંદોલન સમયે સ્થિતિને કેવી રીતે કાબુમાં લેવી ? પોલીસ હેડક્વાર્ટર ખાતે RAF દ્વારા યોજાઇ મોકડ્રિલ

|

Feb 22, 2023 | 12:22 PM

Rajkot News : પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બે દિવસીય તાલીમમાં રેપિડ એકશન ફોર્સ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનમાં ટીયર ગેસ અને તેના લગતા હથિયારો મુકવામાં આવ્યા હતા.

Rajkot : કર્ફયૂ-આંદોલન સમયે સ્થિતિને કેવી રીતે કાબુમાં લેવી ? પોલીસ હેડક્વાર્ટર ખાતે RAF દ્વારા યોજાઇ મોકડ્રિલ

Follow us on

રેપિડ એકશન ફોર્સ-અમદાવાદ દ્વારા રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે બે દિવસીય ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ પોલીસના જવાનોને આપાતકાલીન સ્થિતિમાં કઇ રીતે સ્થિતિ પર કાબુ લેવો, કેવી તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકડ્રિલ યોજીને રેપિડ એકશન ફોર્સના જવાનોએ કર્ફયૂ, આંદોલન જેવી સ્થિતિ વચ્ચે કઇ રીતે સામનો કરવો, ટીયર ગેસના સેલનો ઉપયોગ કઇ રીતે કરવો જેવી બાબતોના ડેમો યોજીને પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સમયે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાયોટીંગ, કર્ફયૂ અને આંદોલન સમયે આ ટ્રેનિંગ ઉપયોગી નીવડે છે-CP

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ આ કેમ્પની મુલાકાત લીધી હતી .રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી રેપિડ એકશન ફોર્સ અમદાવાદની એક કંપની રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. આ કંપની રાજકોટ શહેર અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઇને તેની સમીક્ષા કરી હતી અને આવા વિસ્તારોથી પરિચીત થયા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સાથે સાથે રાજકોટ પોલીસના તાલીમાર્થી પોલીસમેનને કર્ફ્યુ, રાયોટીંગ અને આંદોલન જેવી સ્થિતિમાં સ્થળ પર સ્થિતિ પર કઇ રીતે કાબુમાં લેવો તે અંગેનો ડેમો બતાવ્યો હતો અને માહિતી આપી હતી. આ પ્રકારની ટ્રેનિંગ તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ટીયર ગેસ અને નેચરલ ફાયરિંગ કઇ રીતે કરવું અને ક્યાં સંજોગોમાં કરવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

RAF દ્વારા શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું.

પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બે દિવસીય તાલીમમાં રેપિડ એકશન ફોર્સ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનમાં ટીયર ગેસ અને તેના લગતા હથિયારો મુકવામાં આવ્યા હતા. સાથે સાથે અલગ અલગ પ્રકારની બંદૂક સહિતના હથિયારો રાખવામાં આવ્યા હતા. પથ્થરમારા, વધારે પડતા લોકોના એકઠા થવા જેવી સ્થિતિથી બચવા માટેના ઉપકરણો પણ આ શસ્ત્ર પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા.

રાજકોટ પોલીસ દ્વારા યોજાયેલી આ ખાસ ટ્રેનિંગમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપી સહિત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Article