Rajkot જિલ્લાનો ફોફળ ડેમ છલકાયો, પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ન હલ

|

Sep 21, 2021 | 12:55 PM

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ફોફળ ડેમ ઓવરફલો થયો છે. ધોરાજી, જામકંડોરણા સહિત 52 ગામોની જીવાદોરી સમાન ડેમ છલકાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે

રાજકોટ(Rajkot)જિલ્લાના જામકંડોરણાના દુધીવદર નજીક આવેલો ફોફળ ડેમ(Fofal Dam)છલકાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ફોફળ ડેમ ઓવરફલો થયો છે. ધોરાજી, જામકંડોરણા સહિત 52 ગામોની જીવાદોરી સમાન ડેમ છલકાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ફોફળ ડેમ અંદાજિત 1800 હેકટર જમીનને પિયત માટે સિંચાઇનું પાણી પૂરું પાડે છે ત્યારે ડેમ ઓવરફલો થતા સ્થાનિકોનો પાણીનો પ્રશ્ન હલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે(IMD)આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં(Gujarat) આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની(Rain)આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે…મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી તો વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને રાજકોટમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે વડોદરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી.

આ પણ વાંચો : RAJKOT : વ્યાજખોરીના ત્રાસમાં સોની વેપારીએ જીવન ટુંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોનો ઉલ્લેખ

આ પણ વાંચો: હવે WhatsApp પર આવશે સર્ચનું ઓપ્શન, દુકાન અને સર્વિસ વિશેની તમામ માહિતી મળશે એક ક્લિક પર

 

Published On - 12:47 pm, Tue, 21 September 21

Next Video