હરિચરણદાસજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહને મુખાઅગ્નિ અપાઈ

|

Mar 29, 2022 | 2:25 PM

ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

ગોંડલ (Gondal) ના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ (Mahamandleshwar Haricharandasji Maharaj) ગઈ કાલે બ્રહ્મલીન થયા બાદ ગોંડલ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. ગોંડલ આશ્રમ ખાતે સાંજ સુધી અંતિમદર્શન બાદ તેમના પાર્થિવ દેહને નર્મદા (Narmada) ના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવાયો હતો. જ્યાં આજે તેમની અંતિમવિધિ (funeral) કરવામાં આવી હતી. બાપુના અનુગામી જેરામદાસ મહારાજના હસ્તે તેમના પાર્થિવદેહ મુખાઅગ્નિ અપાઈ હતી.

ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી. મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતાં જ હજારો ભક્તો અંતિમ દર્શન માટે ગોંડલ પહોંચ્યા હતા.

પાર્થિવ દેહના દર્શન માટે ચેતેશ્વર પુજારા ઉપરાંત રમેશભાઇ ઓઝા અને ગોંડલના મહારાજા હિમાંશુસિંહ જાડેજા પણ દર્શન માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આશ્રમ ખાતે અંતિમ દર્શન કર્યાં હતાં અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન શરૂ કરી હતી. હરિચરણદાસ બાપુને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાબાદ ગંભીર હાલત હતી અને ગોંડલમાં રામજી મંદિર ખાતે સારવાર શરૂ કરવામાં  આવી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

આ પણ વાંચોઃ લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવ વધ્યા, પ્રતિ કિલોએ 5થી10 રૂપિયાનો થયો વધારો

Next Video