ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકમાં ક્રમશ: ઘટાડો, 20 કીલો લસણનો ભાવ 200થી 700 રૂપિયા બોલાયો 

|

Feb 06, 2023 | 7:38 PM

ગુજરાત ઉપરાંત  મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ વેપારીઓ ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. તો બીજી તરફ પોતાના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ગોંડલ માર્કેટ યાર્ડની સૌ પ્રથમ પસંદગી કરે છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકમાં ક્રમશ: ઘટાડો, 20 કીલો લસણનો ભાવ 200થી 700 રૂપિયા બોલાયો 
Gondal marketing Yard

Follow us on

ધીરે ધીરે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકમાં ઘટાડો નોંધાયો છે.  ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણની 70 હજાર બોરીની આવક નોંધાઈ છે. જેની સામે રોજની 10થી 15 હજાર ગુણીની જાવક નોંધાઈ છે. તો સાથે જ હરાજીમાં 20 કીલો લસણનો ભાવ 200થી 700 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિતના જીલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે.

ગુજરાત ઉપરાંત  મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ વેપારીઓ ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. તો બીજી તરફ ખેડૂતોને પોતાના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ગોંડલ માર્કેટ યાર્ડની સૌ પ્રથમ પસંદગી કરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાન્યુઆરી માસમાં લસણ -ડુંગળીની મબલખ આવક નોંધાઈ હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલમાં લસણ – ડુંગળીની આવકને કારણે છલકાઈ ગયું હતું. ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતા લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીના મુદ્દે ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાની રાવ પણ ઉઠી હતી. સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતના નં.1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ઐતિહાસિક આવક નોંધાઈ છે. જાન્યુઆરી માસમાં એક જ દિવસમાં  અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાય ગયું હતું.  તેમજ ખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.  માર્કેટયાર્ડમાં લસણ અને ડુંગળીની હરાજી ચાલુ થઈ છે, લસણની હરાજીમાં 20 કીલોના લસણના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા.

Published On - 5:52 pm, Mon, 6 February 23

Next Article