સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે મેઘાની ધૂંઆધાર બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસેલા વરસાદથી રસ્તા પર પણી ફરી વળ્યા. તો ગીરસોમનાથના વેરાવળ અને દેવભૂમિદ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે મેઘાની ધૂંઆધાર બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી
Rain in saurashtra
| Edited By: | Updated on: Jul 03, 2022 | 10:15 AM

સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.ખંભાળિયાના(khambhaliya)  ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ભાડથર, ભાટેલ, કેશોદ ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલ (Gondal) તાલુકામાં ભારે વરસાદને પગલે લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા. તેમજ બોટાદના રાણપુરની સુખભાદર નદી બે કાંઠે વહેવા લાગી.તો અમરેલીના ધારી પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.ઉપરાંત જૂનાગઢ,(junagadh)  દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પણી ફરી વળ્યા. તો ગીરસોમનાથના (girsomnath) વેરાવળ અને દેવભૂમિદ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

જેતપુર અને ગ્રામ્ય પંથકમાં મેહુલિયોની મહેર

રાજકોટના(rajkot)  જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે.પીઠડીયા, સાંકળી અને જેતલસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી છે.રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.તો જૂનાગઢના માણાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો (dam overflow) થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા પણ નજરે પડ્યા.

Published On - 8:43 am, Sun, 3 July 22