Gujarat : ગોંડલ અને લીલીયા પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

|

Aug 20, 2021 | 7:51 AM

રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલના દેરડી અને ધરાળા પંથકમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું.

Gujarat : રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલના દેરડી અને ધરાળા પંથકમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થતિ સર્જાઇ. જેના પગલે નદી કાંઠાના ખેતરોમાં મોટાપાયે જમીનના ધોવાણની ભિતી છે. જોકે ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. સાથે જ પાણીના અભાવે સુકાઇ રહેલા પાકને જીવનદાન મળ્યું છે.

તો આ તરફ અમરેલીના લીલીયામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. લીલીયા તાલુકામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો છે.

હવામાન વિભાગે કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ તરફ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કાલે દાહોદ, નર્મદા, સુરત, નવસારી, તાપી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. 21 અને 22 ઓગસ્ટ દરમ્યાન પણ દ.ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 23 અને 24 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Next Video